Advertisement
Author: નોબત સમાચાર

'છોટી કાશી'માં ગણેશોત્સવની ઉજવણીમાં પર્યાવરણ જાળવણી માટેની મુહિમ અવરિત

શ્રી એચ.જે. લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: 'છોટી કાશી' જામનગર શહેરમાં ગણેશોત્સવની ઉજવણીમાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓના ઉપયોગ માટે સતત છેલ્લા એક દાયકાથી પ્રયત્નશીલ લાલ પરિવારની સંસ્થાઓના પ્રયાસો ધાર્યું પરિણામ લાવી શક્યા છે. આ અભિયાન સંપૂર્ણ સફળ રહે તે દિશામાં આ વખતે પણ શહેરના ગણપતિ પંડાલોના સંચાલકો સાથે બેઠક આયોજિત કરવામાં આવી છે.

'છોટી કાશી' જામનગર માં ગણપતિ ઉત્સવના કારણે પર્યાવરણને નુકસાન થાય નહીં તે માટે માટીની મૂર્તિ કે તેના જેવી ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સ્થાપન થાય તે માટે શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો છેલ્લા ૧૦ વર્ષથી હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ જામનગર શહેર અને નજીકના વિસ્તારોમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરતી સંસ્થાઓ-મંડળોના મુખ્ય કાર્યકરો સાથે આ વિષયની ચર્ચા કરવા તા. ૨૯-૮-૨૬ના શનિવારે સાંજે ૭ વાગ્યે, પંચેશ્વર ટાવર સ્થિત લોહાણા મહાજનવાડી (ઠકરાર વિંગ)માં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત જામનગર શહેરમાં ઈકો ફ્રેન્ડલી બનાવનારા મૂર્તિકારો પણ મિટિંગમાં ઉપસ્થિત રહેશે અને તેઓની નાની-મોટી માત્ર માટીમાંથી બનાવેલી અનેક મૂર્તિઓનું નિર્દેશન પણ કરવામાં આવશે. ગણપતિ પંડાલોના વધુમાં વધુ સંચાલકો ઉપસ્થિત રહી આ આયોજન વધુ સારી રીતે થઈ શકે તે માટે સહભાગી બનવા આયોજક બંને સંસ્થાઓ વતી શ્રી જીતુભાઈ લાલે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh