Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુુરોપ-અમેરિકા-આફ્રિકામાં ગ્રહણ જોવા મળશેઃ
જામનગર તા. ર૬: આગામી તા. ર૮-ઓગસ્ટ, ર૦ર૬ ના શ્રાવણ પૂર્ણિમાના શુક્રવારના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થનાર છે. આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ યુરોપ, અમેરિકા, આફ્રિકા તેમજ પૂર્વ પેસેફિક મહાસાગરના વિસ્તારોમાં જોવા મળશે.
જો કે, આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ભારતીય સમય અનુસાર ગ્રહણનો સમય સવારે ૬.પ૪ કલાકથી બપોરે ૧ર.૩ર કલાક સુધીનો રહેશે. આ સમગાળા દરમિયાન ભારતમાં દિવસનો સમય હોવાથી ગ્રહણનું દૃશ્ય જોવા મળશે નહીં.
ચંદ્રગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી એક સીધી રેખામાં ગોઠવાય છે. જેના કારણે સૂર્યનો પ્રકાશ પૃથ્વી દ્વારા અવરોધાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. આ ખગોળીય ઘટનાને કારણે ચંદ્રનો ભાગ અંધકારમય અથવા કાળો દેખાય છે. તેમ કિરીટભાઈ શાહ દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial