Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીના સ્ત્રોત, પાઈપલાઈનની તપાસ કરાવોઃ
વાડીનાર તા. ર૬: ખંભાળિયા નજીકના વાડીનારમાં ડેમમાંથી વિતરણ થતા પાણીની ગુણવત્તા હલકી હોવા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે.
ડો. અબ્બાસ ઈબ્રાહીમ સંઘાર અને અફઝલ બિલાલ સંઘારે આ રજૂઆતમાં જણાવ્યું છે કે, વાડીનારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ-દુર્ગંધવાળુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આથી ગ્રામજનોમાં ભારે ચિંતા જાગી છે. જે સ્ત્રોતમાંથી પાણી લેવામાં આવે છે તેની અથવા પાઈપલાઈન, પાણીની ટાંકીની સફાઈ વગેરેની તપાસ કરવી જોઈએ.
આ અંગે ગ્રામપંચાયત, અધિકારીઓ વગેરે સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ નિરાકરણ લવાયું નથી. આથી સત્વરે પાણીના નમૂના લેવામાં આવે બેકટોરિયોલોજિક્લ પરીક્ષણ કરવામાં આવે, અને તમામ અહેવાલ પછી જ પાણી વિતરણ કરવામાં આવે ત્યાં સુધી ટેન્કર મારફત પાણી વિતરણ કરવું જોઈએ. જો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ જરૂરી રજૂઆત કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial