Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકગીત-નૃત્ય, નાટક/માઈમ, ચિત્રકલા સહિતના કાર્યક્રમોઃ
જામનગર તા. ૨૬ મેરા યુવા ભારત (માય ભારત), યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જામનગરની એસવીઈટી કોલેજમાં નશા મુકત યુવા ફોર વિકસિત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને નશા અને માદક પદાર્થોના દૂષ્પ્રભાવોથી અવગત કરવો, તેમને સ્વસ્થ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવો તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં યુવાનોને નશા જેવી સામાજિક બુરાઈથી દૂર રહી શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. નશા મુકત યુવા જ વિકસિત ભારતનો મજબૂત પાયો બની શકે છે, સાથે-સાથે જયેશભાઈ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમ અંતર્ગત ૧૫૦થી વધુ યુવા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન લોકગીત, નૃત્ય, નુકકડ નાટક/માઈમ, ચિત્રકલા, વાદ-વિવાદ, શોર્ટ ફિલ્મ/રીલ, સૂત્રલેખન (સ્લોગન લેખન) તથા સ્લેમ પોએટ્રી જેવી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ દ્વારા યુવાનોએ પોતાની પ્રતિભા રજૂ કરવાની સાથે સમાજમાં નશા મુકિતનો અસરકારક સંદેશ પણ પહોંચાડયો હતો.
સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રતિભાગીઓને મેરા યુવા ભારત, જામનગરના જિલ્લા યુવા અધિકારી વિશાલ નાગરાલેના હસ્તે પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ભાવનાબેન પોપટ, અલ્પાબેન તન્ના, હિનાબેન તન્ના, ભાવનાબેન રાણા, પનારા સર, પ્રીતેશભાઈ, અશ્વિનભાઈ, ક્રિષ્નાબેન, સાગરભાઈ, નીતિનભાઈ, વિપુલભાઈ ધામેચા, મનીષભાઈ, તોરલબેન, જયેશભાઈ, જિતેન્દ્ર સર તથા નઝમા મેડમે સેવા આપી હતી.
કાર્યક્રમના આયોજન માટે મેરા યુવા ભારત, જામનગર દ્વારા તમામ મહેમાનો, સ્પર્ધકો, શિક્ષણ સંસ્થાઓ અને નિર્ણાયકો અને સહયોગીઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. અંતમાં જિલ્લા યુવા અધિકારી વિશાલ નાગરાલે દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial