Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગમાં મોટર સંપૂર્ણપણે નાશ પામીઃ
જામનગર તા. ૨૬: જામનગરના એક આસામીની મોટરમાં આગ લાગી જતા મોટર સંપૂર્ણ રીતે નાશ પામી હતી તેનો ક્લેઈમ ચૂકવવાનો ઈન્કાર કરાતા વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.
જામનગરના નારણભાઈ રામભાઈ નંદા નામના આસામીએ પોતાની મોટર માટે શ્રીરામ જનરલ ઈન્સ. કંપનીમાંથી વીમો મેળવ્યો હતો. તે વીમો ચાલુ હતો તે દરમિયાન મચ્છરનગર પાસે એન્જિનમાંથી ધુમાડા નીકળ્યા હતા અને મોટરમાં આગ ભભૂકી ઉઠી હતી.
આગ લાગતા મોટરમાં નુકસાન થયું હતું. ટોટલલોસ થવા અંગે નારણાઈએ વીમા કંપનીને જાણ કરી વળતર માંગતા વીમા કંપનીએ ક્લેઈમ નકાર્યાે હતો. તેથી ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે રૂ।.પ,૫૨,૭૫૦ નવ ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કરી ત્રાસ તથા ફરિયાદ ખર્ચના રૂ।.પ હજાર ચૂકવવા પણ આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial