Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ રામનગર વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજમાન બાલનાથ મહાદેવ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬: ખંભાળીયામાં રામનગર વિસ્તારમાં નદી કિનારે પ્રાકૃતિક વાતાવરણમાં સુપ્રસિદ્ધ બાલનાથ મહાદેવનું મંદિર આવેલ છે. રાજસ્થાનના રામદેવડામાં રહેતા સંત બાલનાથજીને વારંવાર સ્વપ્નમાં ખંભાળીયાના વાડી વિસ્તારના ભૂગર્ભમાં અખંડ ધૂણો ધખતો હોવાનું આવતા, તેઓ ખંભાળીયા આવ્યા હતા.

અહીં લોહાણા અગ્રણી વિઠ્ઠલદાસ સવજાણીએ તેમને સહકાર આપ્યો હતો. ૧૯૫૮માં રામનગરમાં હાલના બાલનાથ મહાદેવની જગ્યાએ ખોદકામ કરતાં ધૂણો મળ્યો હતો. તેથી અહીં બાલનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરાયું હતું.

આ મંદિરના પરિસરમાં મહાદેવના મંદિર ઉપરાંત વાછરાડાડા, હનુમાનજી, રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણેશજીનું મંદિર પણ છે. દર શનિવારે અહીં સંગીતમય શૈલીમાં સુંદરકાંડના પાઠ થાય છેે. અખંડ ધૂણો આજે પણ જીવંત છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh