Advertisement
Author: નોબત સમાચાર

તિબેટથી આવેલા પૂરે મચાવી તબાહીઃ ઘરો- વાહનો તણાયાઃ ૯ પોલીસકર્મીની શોધખોળ

સેના તૈનાતઃ ટીમો દોડીઃ રાહત-બચાવ શરૂ

                                                                                                                                                                                                      

કાઠમંડુ તા. ૨૬: તિબેટનું પૂર નેપાળ પહોંચ્યુ છે અને ભોટેકોશી નદી બેકાંઠે વહેતા અનેક ગામોમાં તબાહી મચી છે. અને વાહનો તણાયા અને ૯ પોલીસકર્મીની શોધખોળ થઈ રહી છે. હેલિકોપ્ટરથી બચાવ કામગીરી હાથ ધરાઈ છે.

ચીનના તિબેટમાંથી આવેલા અચાનક પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ છે. સવારે લગભગ ૯ વાગ્યે ભોટેકોશી નદીનું પાણી અચાનક વધી ગયું. ભારે પ્રવાહથી ટિમુરે અને સ્યાફ્રુબેસી વિસ્તારમાં ઘણાં ઘરો, વાહનો અને સામાન તણાઈ ગયા. એક નવો બનેલો પુલ પણ તૂટી ગયો. રસૂવાના ટિમુરે બોર્ડર પોસ્ટ પર તૈનાત ૯ પોલીસકર્મીઓ ગુમ થઈ ગયા છે.

અધિકારીઓના મતે, પૂર પછી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. જોકે, બોર્ડર પોસ્ટ પર હાજર ૨૫ થી ૩૦ અન્ય લોકો સુરક્ષિત હોવાનું જણાવાઈ રહૃાું છે. નદી કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને પાણી વધે ત્યારે તરત જ સુરક્ષિત જગ્યાએ જવા માટે કહેવામાં આવ્યું છે. મુગ્લિન વિસ્તાર સહિત ત્રિશૂલી નદીની આસપાસના લોકોને નદીની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે.

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે રસુવાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત માટે નેપાળી સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસને તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે. પ્રભાવિત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી પણ વધારાના સુરક્ષાકર્મીઓ મોકલવામાં આવ્યા છે.

શાહે કહૃાું કે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહૃાું છે. આપત્તિ વ્યવસ્થાપન એજન્સી સાથે મેડિકલ ટીમ, સ્કાઉટ્સ અને રેડ ક્રોસની ટીમો મળીને કામ કરી રહી છે. પ્રભાવિત વિસ્તારોમાં વધારાની એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ પણ મોકલવામાં આવી રહૃાો છે.

બાલેને નદી કિનારેના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્દેશ આપ્યો છે. ભોટેકોશી નદી તિબેટમાંથી નીકળીને નેપાળમાં આવે છે અને આગળ જઈને સુનકોશી નદીમાં ભળી જાય છે. આ જ સુનકોશી નદી આગળ જતાં સપ્તકોશી (કોસી) નદી બને છે, જે ભારતના બિહારમાં પ્રવેશે છે.

ગયા વર્ષે પણ ભોટેકોશીમાં આવેલા પૂરથી નેપાળને મોટું નુકસાન થયું હતું. તે દુર્ઘટનામાં ૯ લોકોના જીવ ગયા હતા, જ્યારે ૨૪ લોકો લાપતા થઈ ગયા હતા. નેપાળ અને ચીનને જોડતો ફ્રેન્ડશિપ બ્રિજ પણ પૂરના પાણીમાં તણાઈ ગયો હતો. આ પછી બંને દેશો વચ્ચેનો માર્ગ સંપર્ક અને વેપાર ઘણાં મહિનાઓ સુધી પ્રભાવિત રહૃાો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh