Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂટ પર નાસ્તા-પાણીની વ્યવસ્થાઃ ભવ્ય સુશોભનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્નઃ શાંતિ-ભાઈચારા-એકતાનો સંદેશ
જામનગરમાં પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ખુશીમાં ઉજવાતા પવિત્ર ઈદ-મિલાદુન્નબીના પાવન પ્રસંગે જામનગર શહેરમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ સવારે નવ વાગ્યે થયો હતો. હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, કાલાવડ નાકા, બાર દરબારગઢ, ચાંદી બજાર સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલા આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. અને દરબારગઢ સર્કલમાં આ ઝુલુસ સભામાં ફેરવાયુ હતું. ઝુલુસ દરમિયાન નારા અને નાત-શરીફના પઠન સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વિવિધ વિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ઠેર-ઠેર ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. ઈદ-મિલાદુન્નબીના આ પવિત્ર પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ, એકતા અને કોમી સદ્ભાવનાનો સંદેશ આપવામાં આવ્યો હતો. જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. નગરના મુસ્લિમ સમાજના રહેણાંક વિસ્તારોમાં સુંદર સુશોભન કરાયું હતું અને ઝુલુસ દરમિયાન નાસ્તા-પાણીની વ્યવસ્થા કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial