Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માતો ઘટાડવા કાયદો સુધારવાનો પ્રસ્તાવઃ એક મહિનામાં સૂચનો મંગાવાયાઃ ડ્રાફટ તૈયાર
નવી દિલ્હી તા. ૨૬: કેન્દ્ર સરકાર હેડલાઈટના નિયમો બદલશે. નવા નિયમોને કારણે અકસ્માતોની સંખ્યા ઘટશે. ટુ વ્હીલર્સમાં ઓટોમેટિક હેડલાઈટ હવે ફકત લો-બીમ મોડ પર કામ કરશે. ભારે વાહનો માટે અસલી રિફલેકટીવ ટેપ લગાવવાનું ફરજીયાત બનશે. આ માટે ડ્રાફટ તૈયાર છે. અને સરકારે આ સંદર્ભે સ્ટેક હોલ્ડર્સના સૂચનો મંગાવ્યા છે.
કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયે વાહન હેડલાઇટ સંબંધિત નવા નિયમો પ્રસ્તાવિત કર્યા છે. આ નિયમો રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની તેજ હેડલાઇટથી થતી મુશ્કેલી ઘટાડશે. નવા પ્રસ્તાવિત નિયમ મુજબ, વાહનોની હેડલાઇટની મહત્તમ તીવ્રતા ઘટાડવામાં આવશે. શહેરોમાં હાઈ-બીમ વાપરવા પર ઓડિયો એલર્ટ મળશે.
આ ઉપરાંત, બસ અને ટ્રકો માટે રિફ્લેક્ટિવ ટેપ ફરજિયાત કરાશે. આ નિયમો એપ્રિલ ૨૦૨૭થી લાગુ થવાની શક્યતા છે. રાત્રિના સમયે વાહન ચલાવતી વખતે સામેથી આવતી ગાડીઓની આંખો આંજી દેતી તેજ હેડલાઈટને કારણે થોડીક સેકન્ડો માટે રસ્તો સાવ અદૃશ્ય થઈ જતો હોય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ અંધાપો જીવલેણ અકસ્માતનું કારણ બને છે. હવે કેન્દ્ર સરકારનું રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આ ગંભીર સમસ્યાને નાથવા માટે વાહનોની હેડલાઈટ, હાઈ-બીમનો ઉપયોગ અને ભારે વાહનોની વિઝિબિલિટી સંબંધિત મોટર વ્હીકલ નિયમોમાં ધરખમ ફેરફારો કરવાની તૈયારી કરી રહૃાું છે.
નવા પ્રસ્તાવ અનુસાર વાહનોની હેડલાઈટની મહત્તમ તીવ્રતા ઘટાડવાની વિચારણા ચાલી રહી છે. તે મુજબ ટુ-વ્હીલરની વર્તમાન મર્યાદા ૧.૫ લાખ કેન્ડેલાથી ઘટાડીને નવી મર્યાદા ૧ લાખ કેન્ડેલા કરાશે. ફોર વ્હીલરની વર્તમાન મર્યાદા ૨.૨૫ લાખ કેન્ડેલા છે, તે ઘટાડીને નવી મર્યાદા ૧.૫ લાખ કેન્ડેલા કરાશે.
તે ઉપરાંત જો કોઈ વાહનચાલક શહેરી વિસ્તારમાં બિનજરૂરી રીતે હાઈ-બીમ લાઈટ ચાલુ કરશે, તો વાહનની અંદરથી જ તેને ચેતવણી આપતો ઓડિયો એલર્ટ સંભળાશે. હાઈવે પર ડ્રાઈવિંગમાં ખલેલ ન પહોંચે તે માટે ૬૦ કિ.મી.થી વધુ ઝડપ હશે ત્યારે આ ઓડિયો એલર્ટ વાગશે નહીં. નવા બનનારા દ્વિચક્રી વાહનોમાં ઓટોમેટિક હેડલેમ્પ માત્ર લો-બીમ પર જ કામ કરે તેવો નિયમ લાગુ થઈ શકે છે (હાલના વાહનોને આમાંથી મુક્તિ મળશે).
માર્કેટમાં આફ્ટર-માર્કેટ લગાવવામાં આવતી વધુ પડતી સફેદ અને વાદળી રંગની એલઈડી હેડલાઈટ્સથી આંખોને ભારે તકલીફ થાય છે. આથી સરકારે હેડલાઈટનું કલર ટેમ્પરેચર મહત્તમ ૬૫૦૦ કેલ્વીન સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ધુમ્મસ, વરસાદ, ખરાબ હવામાન કે અંધારામાં પાછળથી કે બાજુમાંથી આવતા વાહનચાલકોને મોટા વાહનો દૂરથી દેખાઈ શકે તે માટે બસો અને તમામ ભારે કોમર્શિયલ વાહનો પર સ્ટાન્ડર્ડ રિફ્લેક્ટિવ ટેપ લગાવવી ફરજિયાત કરવામાં આવશે.
પરિવહન મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને તમામ સ્ટેકહોલ્ડર્સ, ઓટોમોબાઇલ કંપનીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી ૩૦ દિવસની અંદર વાંધા-સૂચનો મંગાવ્યા છે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી એપ્રિલ મહિનાથી આ નવા નિયમો દેશભરમાં તબક્કાવાર લાગુ કરવાની યોજના છે.
સુત્રોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જ્યારે જનતા પાસેથી સૂચનો અને વાંધા માંગવામાં આવ્યા છે, ત્યારે મારુતિ, ટાટા, મહિન્દ્રા અને કાર, બસ, ટ્રક અને અન્ય વાહનો બનાવતી અન્ય કંપનીઓનો પણ આ દરખાસ્તને અમલમાં મૂકવામાં આવતી કોઈપણ મુશ્કેલીઓનો ઉકેલ લાવવા માટે સંપર્ક કરવામાં આવી રહૃાો છે. મંત્રાલયના અધિકારીઓએ સમજાવ્યું કે રસ્તાઓ પર આ એક મોટી સમસ્યા ઉભરી રહી છે. વાહનોની હેડલાઇટ્સ એવા તેજસ્વી બલ્બનો ઉપયોગ કરી રહી છે કે જેનાથી આગળ આવતા વાહનોને નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીકવાર, તેઓ રસ્તા પર આગળ શું છે તે જોઈ શકતા નથી. આ ક્યારેક અકસ્માતોનું કારણ પણ બની રહૃાું છે.
આ સમસ્યાના ઉકેલ માટે અનેક દરખાસ્તો વિકસાવવામાં આવી રહી છે. સલામત ડ્રાઇવિગ જાળવી રાખીને વાહનના કિરણોથી થતી ઝગઝગાટ ઘટાડવા માટે આ પ્રયાસ કરી શકાય છે. જો કે, આ મુદ્દો મેદાની અને પર્વતીય બંને વિસ્તારો માટે અલગ પડકારો રજૂ કરે છે. આ પર પણ વિચારણા ચાલી રહી છે. હાલમાં, આ દરખાસ્તો પર કામ ચાલી રહૃાું છે, અને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. એકવાર નિયમો અંતિમ સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય, પછી તે આવતા વર્ષે એપ્રિલથી લાગુ થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial