Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાએ પ૦% ટેરિફ નાખતા વળતો પ્રહારઃ
ટોરેન્ટો તા. ર૬: ટ્રેડ ડીલ નિષ્ફળ ગયા પછી અમેરિકાએ કેનેડા પર પ૦ ટકા ટેરિફ ઝીંક્યા પછી હવે કેનેડાએ અમેરિકાની ૭૦૦ પ્રોડક્ટ પર ટેરિફ લગાવ્યો છે, જેથી અમેરિકા અને કેનેડા વચ્ચે ટેરિફ વોર શરૂ થઈ ગયું છે.
અમેરિકા અને પાડોશી દેશ કેનેડા વચ્ચે ટેરિફ મુદ્દે તણાવ વધ્યો છે, જેમાં કેનેડાએ હવે અમેરિકાની ૭૦૦ થી વધુ પ્રોડક્ટ પર ટેરિફની જાહેરાત કરી દીધી છે. કેનેડા સ્ટીલ અને ઘરગથ્થુ ઉપકરણો સહિતની પ્રોડક્ટ પર ટેરિફ લગાવશે.
આ પૂર્વે શનિવારે અમેરિકાએ બે કરોડ ડોલરના કેનેડિયન ઉત્પાદનો પર પ૦ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જો કે, શુક્રવારે વોશિંગ્ટનમાં અમેરિકા અને કેનેડા વચ્ચે ટ્રેડ ડીલનો અંતિમ પ્રયાસ થયો હતો, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડિયન નેતાઓને અમેરિકન નીતિ સાથે સુસંગત રહેવાનું કહીને વિવાદને વધુ વધાર્યો હતો તેમજ ચેતવણી આપી કે આમ કરવામાં નિષ્ફળતાના પરિણામો પહેલાથી જ લાગુ કરાયેલા ટેરિફ કરતા વધુ ગંભીર હોઈ શકે છે. તેમણે કેનેડાથી આયાત થતા વાહનો, ઓટો પાર્ટસ અને સ્ટીલ પર નવો પ૦ ટકા ટેરિફ લાદવાની ધમકી પણ આપી હતી.
અમેરિકા સાથે ટ્રેડ ડીલ નિષ્ફળ ગયા પછી કેનેડાના પ્રધાન માર્ક કાર્નેએ જણાવ્યું હતું કે અમેરિકા કેનેડાને પોતાને આધીન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા દ્વારા રજૂ કરાયેલી વેપાર સંબંધિત માંગણીઓએ કેનેડાના શંકાને પુષ્ટિ આપી છે કે અમેરિકા તેના મુખ્ય ઉદ્યોગોનેે નબળા પાડવા અને આખરે તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કાર્નેએ જણાવ્યું કે વાટાઘાટોના ટેબલ પર કેનેડાને અમેરિકાના ગૌણ ગણવાનું વલણ અસ્વીકાર્ય છે. આ ઉપરાંત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે, કેનેડા વર્ષોથી અમેરિકા સાથે છેતરપિંડી કરી રહ્યું છે તેમજ તેની સાથે વેપાર ખાધ વધી છે. અમેરિકાને કેનેડાની જરૂર નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial