Advertisement
Author: નોબત સમાચાર

ગુરૂપૂર્ણિમાની કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં ભાવસભર ઉજવણીઃ ગુરૂનું મહત્ત્વ જણાવાયુ

આર્યસમાજના પ્રમુખ દીપકભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ, જામનગરના પ્રાર્થના મંદિરમાં ગુરૂપૂર્ણિમા પર્વની અત્યંત ભાવસભર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આર્યસમાજ-જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં આ મંગલ અવસર ઉજવવામાં આવ્યો.

કાર્યક્રમમાં આદર્શ જીવન માટે ગુરૂનું મહત્ત્વ સમજાવતા અતિથિવિશેષ દીપકભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુરૂ એ માત્ર જ્ઞાન આપનાર વ્યક્તિ નથી, પરંતુ માનવ જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી સન્માર્ગે દોરી જનાર દિવ્ય પુંજ છે. આદર્શ અને મૂલ્યનિષ્ઠ જીવન જીવવા માટે ગુરૂના દર્શાવેલા માર્ગ પર ચાલવું અનિવાર્ય છે.

અધ્યક્ષીય ઉદ્બોધન કરતા સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગરે સંસ્થાના પૂર્વ ટ્રસ્ટીઓને યાદ કરતા જણાવ્યું હતું કે, સંસ્થાની ૬૯ વર્ષની કામગીરીમાં પૂર્વ ટ્રસ્ટીઓનું યોગદાન ખૂબ રહૃાું છે, જેમના સમર્પણથી સંસ્થા આજે આ વટવૃક્ષ બની છે.

આ પ્રસંગે સંસ્થાના મંત્રી હીરાબેન તન્નાએ ગુરૂપૂર્ણિમા અંગે પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, સંસ્કૃતિમાં ગુરૂનું સ્થાન સર્વોપરી છે. સાચા સંસ્કાર અને શિક્ષણ દ્વારા જીવનને યોગ્ય દિશા આપવાનું કાર્ય ગુરૂ જ કરી શકે છે.

કાર્યક્રમનો પ્રારંભ મંગલગીતથી થયો હતો. ત્યારપછી સંસ્થાના પ્રમુખ કરશનભાઈ ડાંગર તથા મંત્રીઓ દ્વારા દીપકભાઈ ઠક્કરનું સૂતરની માળા તથા ખેસ પહેરાવી સ્વાગત-સન્માન કરાયું હતું. આ પ્રસંગે શ્રેયસ કેળવણી મંડળના વકાતરે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

આ ઉજવણીમાં સંસ્થા પરિવારના સભ્યો, વિભાગીય વડાઓ તેમજ આર્યસમાજના આચાર્યા પ્રફુલ્લાબેન અને સંગીતાબેને વિશેષ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન કા.મંત્રી પાર્થ પંડ્યાએ કર્યું હતું, જ્યારે અંતમાં મંત્રી સુચેતાબેને સૌને ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh