Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તપાસ સમિતિનો શંકાસ્પદ રિપોર્ટ બન્યો ચર્ચાસ્પદ
જામનગર તા. ર૬: જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના બીએએમએસ કોર્સની ત્રીજા વર્ષની પરીક્ષાના શલ્યતંત્ર-૧ વિષયનું પ્રશ્ન પેપર પરીક્ષા અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી હતી.
આ ચર્ચાસ્પદ પ્રકરણમાં તત્કાલિન વીસીએ તપાસ સમિતિની રચના કરી હતી. આ તપાસ સમિતિએ બે કોલેજોની મુલાકાત લઈ પ્રોફેસરો, વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતાં અને તેનો રિપોર્ટ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને સોંપ્યો હતો.
સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તપાસ સમિતિએ તેના અહેવાલમાં પેપર લીક થવાના દાવાને ફગાવી દીધો છે. સમિતિએ એવું જણાવ્યું છે કે જે પ્રશ્નો વાયરલ થયા તે 'મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેસ્ચન' (એમઆઈપી પ્રશ્નો) જ હતાં.
આ પ્રકારના અહેવાલ સાથે યુનિવર્સિટી દ્વારા સમગ્ર પ્રકણ ઉપર પડદો પાડી દેવાનો ખેલ થયો હોવાની ચર્ચા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial