Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધન સહિત બે રાશિના જાતકોને મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ આવી શકેે. નાણાકીય જવાબદારીમાં સાવધાની રાખવી
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું થાય. દોડધામ રહે પરંતુ કામનો ઉકેલ આવતા રાહત રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૨
Taurus (વૃષભ: બ-વ-ઉ)
દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં ખર્ચ જણાય. આપના કામકાજ અંગે મિલન-મુલાકાત થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૩-૮
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યમાં સંતાનનો સાથ-સહકાર મળી રહેતા રાહત રહે. આપના કાર્યની કદર-પ્રશંસા થતા આપને આનંદ રહે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૨
Cancer (કર્ક: ડ-હ)
રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં આપને તકલીફ અનુભવાય. નાણાકીય જવાબદારીના કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯
Leo (સિંહ: મ-ટ)
ઘર-પરિવાર, સગા-સંબંધી,મિત્રવર્ગના કામ અંગે દોડધામ-શ્રમ-વ્યસ્તતા અનુભવાય. ખર્ચ-ખરીદી રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Virgo (કન્યા: પ-ઠ-ણ)
નાણાકીય રોકાણ-વ્યવહારના કામકાજમાં આપે સાવધાની રાખવી. પારિવારિક પ્રશ્ન અંગે ચિંતા રહે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૧
Libra (તુલા: ર-ત)
આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષાકરનાર વર્ગની મુશ્કેલી જણાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સ્વાસ્થ્ય બાબતે આપે સાચવવું પડે.
શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૫-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં ઘરાકી રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૧
Capricorn (મકર: ખ-જ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. પરંતુ આનંદ અનુભવાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૨-૪
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. પરંતુ રાજકીય-સરકારી કામકાજ અંગે આપને પ્રતિકૂળતા રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૩-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્ય વર્ગ-નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. ખર્ચ-ખરીદી થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૭-૪