Advertisement
Author: નોબત સમાચાર

ચલણી નોટ પર જુગાર રમતા છ ઝડપાયા

જામજોધપુરમાંથી વર્લીબાજ પકડાયોઃ

જામનગર તા. ૨: જામનગરના બેડેશ્વર ઓવર બ્રિજ નીચે તેમજ વ્હોરાના હજીરા અને ખોળમીલના ઢાળીયા પાસે ચલણી નોટના નંબર પર જુગાર રમતા છ શખ્સ ઝડપાયા છે. જામજોધપુર શહેરમાંથી વર્લીબાજને પોલીસે દબોચી લીધો છે.

જામનગરના બેડેશ્વર રોડ પર આવેલા ઓવરબ્રિજ નીચે શનિવારે રાત્રે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા અનવર હુસેનભાઇ જુણેજા, સોહિલ ઝાકીરભાઇ ગોરી નામના બે શખ્સને પોલીસે ઝડપી લઈ રૂ. ૨૨૩૦ કબજે લીધા છે.

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે શનિવારે રાત્રે ચલણી નોટના નંબર પર એકબેકી બોલતા વિજય સુખાભાઈ મકવાણા ઉર્ફે ટારઝન તથા મનોજ રમેશભાઈ બારૈયા નામના બે શખ્સને પોલીસે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.

જામનગરમાં ખોળમીલના ઢાળિયા પાસે શનિવારે સાંજે નોટના નંબર પર જુગાર રમતા શક્તિસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા, સંજય રાજુભાઈ જોગી નામના બે શખ્સને પોલીસે પકડી લઈ રૂપિયા ૭૨૦ રોકડા કબજે લીધા છે.

જામજોધપુરમાં ઘાસના ગોડાઉન પાસે શનિવારે સાંજે જાહેરમાં ઊભા રહી વર્લીના આંકડા લખતા ભરત મગનભાઈ સોલંકી નામના શખ્સને પોલીસે ઝડપી લઈ વર્લીઆ આંકડા લખેલી ચિઠ્ઠી, રોકડ કબજે કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh