Advertisement
Author: નોબત સમાચાર

પ્રદર્શન મેદાનના મેળાનો પુનઃ પ્રારંભ થતા માનવ મહેરામણ ઉમટ્યું

જામનગરના નદીના પટનો મેળો રદ્: સ્ટોલધારકોને ડિપોઝિટ પરત કરાશેઃ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બે સ્થળે શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદના કારણે મુખ્ય દિવસોમાં મેળો બંધ રહ્યો હતો. દરમિયાન પ્રદર્શન મેદાનમાં સ્ટોલધારકોએ ડિપોઝિટ પરત માગી છે, ત્યારે મનોરંજક રાઈડધારકોએ ધંધો ચાલુ રાખ્યો છે, જ્યારે નદીના પટનો મેળો રદ્ કરાયો છે. છેલ્લા બે દિવસમાં ભારે માનવ મહેરામણ મેળામાં માણવા ઉમટી પડ્યું હતું. જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પ્રદર્શન મેદાન અને નદીના પટમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વરસાદના કારણે મેળો રદ્ કરવામાં આવ્યો હતો. આ પછી વરસાદે વિરામ લેતા મેળો શરૂ થયો હતો, પરંતુ ખાણી-પીણીના, રમકડાના અને આઈસ્ક્રીમ સ્ટોલધારકોએ મેળામાં ભાગ નહીં લેવાનો નિર્ણય કરતા તેને ડિપોઝિટ પરત આપવા નિર્ણય લેવાયો હતો. જ્યારે રાઈડ્ઝ ધારકોએ મેળો ચાલુ રાખવા સહમતિ આપતા તા. ૩ સુધી તેઓ મેળામાં ભાગ લઈ શકશે. આ માટે જો નિયમ મુજબ તમામ લાયસન્સ પ્રક્રિયા પૂર્ણ કરશે તો તા. ૧૧ સુધી મેળો લંબાવવા તેમને મંજુરી આપવામાં આવશે. અન્યથા આવતીકાલ તા. ૩-૯-ર૦ર૪ ના મેળાનો છેલ્લો દિવસ રહેશે. ગત્ શનિવારે મેળો શરૂ થતા લોકો મેળો માણવા ઉમટી પડતા ભારે ગીર્દી જોવા મળી હતી. ગઈકાલે પણ રજા હોવાથી અને વરસાદ નહીં હોવાથી રવિવારે મેળાની મજા માણવા લોકો ઉમટી પડ્યા હતાં. બેકાબુ ભીડના કારણે સાત રસ્તાથી લાલબંગલા તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી અને તમામ વાહનોને લાંબા ચક્કર લગાવીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવાની ફરજ પડી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh