Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંધાધૂંધ ગોળીબારથી ભયનો માહોલઃ બે સુરક્ષાકર્મી સહિત નવ ઘાયલઃ
નવી દિલ્હી તા. રઃ મણિપુર ફરી હિંસા અને ગોળીબારથી હચમચી ગયું છે. આ વખતે કુકી આતંકવાદીઓએ ગામમાં ડ્રોન વડે બોમ્બમારો કર્યો છે. તાજેતરની હિંસામાં આ સૌથી આઘાતજનક વલણ માનવામાં આવે છે. આતંકવાદીઓએ પહાડીની ટોચ પરથી નીચેના વિસ્તારોમાં કોટુક અને કડાંગબંદ ખીણને નિશાન બનાવ્યું અને પહેલા અંધાધુંધ ગોળીબાર કર્યો અને પછી ડ્રોન વડે ભારે બોમ્બ ફેંક્યા. અચાનક થયેલા હુમલાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષિત જગ્યાઓ શોધતા જોવા મળ્યા હતાં. હુમલામાં બે લોકોના મોત થયા હતાં. બે સુરક્ષાકર્મીઓ સહિત નવ ઘાયલ થયા છે.
કોટુક ગામના પંચાયત પ્રમુખના જણાવ્યા અનુસાર રવિવારે બપોરે લગભગ ર વાગ્યે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. તે સમયે ગામના સ્વયંસેવકો સંવેદનશીલ વિસ્તારોમાં નહોતા. આતંકવાદીઓ દ્વારા ભારે ગોળીબારથી ઘણા ઘરોને પણ નુક્સાન થયું છે. ગોળીબાર અને બોમ્બ ધડાકા શરૂ થયા ત્યારે ગ્રામીણો તેમના ઘરે હતાં. સ્થાનિક રહેવાસી લીસાંગથમ રોનીએ જણાવ્યું હતું કે ગામડાના સ્વયંસેવકોને વિસ્તારમાંથી પાછા બોલાવ્યાના ૧૦ દિવસ પછી જ હુમલો થયો હતો. રાજ્ય સુરક્ષા દળોની સલાહ પછી અમે અમારા ગામમાંથી સ્વયંસેવકોને પાછા ખેંચી લીધા. અમારી વચ્ચેની એક મહિલાને ગોળી મારી દેવામાં આવી હતી અને તેની પુત્રી ઘાયલ થઈ હતી.
મણિપુર ગૃહ વિભાગે તેને આતંકવાદનું ધૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે જે રાજ્યની શાંતિ માટે ખતરો છે. દરમિયાન સ્થાનિક વહીવટી તંત્રે ઈમ્ફાલ પશ્ચિમી જિલ્લામાં કર્ફયુ લાદી દીધો છે. મણિુપર સરકારે હુમલાની નિંદા કરી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી.
મણિપુર ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારને માહિતી મળી છે કે આ ઘટના કથિત રીતે કુકી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. કૌત્રુક વિસ્તારના નિઃશષા ગ્રામીણો પર ડ્રોન, બોમ્બ અને ઘણાં અત્યાધુનિક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા સહિત બે લોકો માર્યા ગયા હતાં અને ઘણાં લોકો ઘાયલ થયા હતાં. રાજ્ય સરકારે નિઃશષા ગ્રામજનોને આતંકીત કરવાના આવા કૃત્યોને ખૂબ જ ગંભીરતાથી લીધા છે. રાજ્યમાં સામાન્ય સ્થિતિ અને શાંતિ લાવવા માટે સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.
એન બિરેનસિંહે વધુ કહ્યું કે, તેણે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ઈમ્ફાલ પશ્ચિમીના કોટારૂક ગામ પર હુમલામાં સામેલ લોકોને સજા કરવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.
આ હુમલા અંગે મણિપુર પોલીસે આપેલી માહિતી ખૂબ જ ચોંકાવનારી છે. પોલીસે દાવો કર્યો છે કે કુકી આતંકવાદીઓએ હાઈટેક ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આવા ડ્રોનનો ઉપયોગ યુદ્ધમાં જ થાય છે. હુમલાખોરોને પણ સામાન્ય કહી શકાય નહીં. આ ડ્રોનથી હુમલો કરવા માટે ઉચ્ચ પ્રશિક્ષિત અને ટેકનિકલ નિષ્ણાત હોવું જરૂરી છે. મતલબ કે આ સમગ્ર ઘટનામાં કોઈ મોટું ષડ્યંત્ર હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial