Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ભારે વરસાદના પરિણામે બંધ થયેલ ૪૬ પૈકી ૩૩ રસ્તાઓ પૂર્વવત કરાયા

માર્ગ-મકાન વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરીઃ

જામનગર તા. રઃ જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના ૪૬ અને સ્ટેટ હસ્તકના ૩ રસ્તાઓ સ્ટ્રકચર ડેમેજ અને ઓવર ટોપિંગના લીધે બંધ થયા હતાં.

લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરવા માટે રોડ રસ્તા રીપેરીંગની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી છે. પરિણામે સ્ટેટ હસ્તકના તમામ રોડ હાલ ચાલુ છે અને પંચાયત હસ્તકના ૩૩ રસ્તાઓ શરૂ થઈ ચૂક્યા છે. જે ૧૩ રસ્તાઓ બંધ છે તેમાંથી મોટાભાગના રસ્તાઓ ઓવર ટોપિંગના પરિણામે બંધ છે. જે પાણી ઓસર્યા બાદ શરૂ થઈ જશે.

આજે પણ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હરિપર પિપરટોડા કોઝવે ડેમેજ થતાં તાબડતોબ રિપેરીંગ કરી રસ્તો શરૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ધ્રાંગડા બ્રિજ એપ્રોચ, નાની નાગજર અને નાગના રોડ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh