Advertisement
Author: નોબત સમાચાર

સુરજકરાડી ઉદ્યોગનગરની હાલત ગંભીરઃ રોગચાળાની ભયંકર ભીતિ

દ્વારકા તાલુકાના સુરજકરાડી ઉદ્યોગનગર સોસાયટીમાં વરસાદ પડતાં અહીંયા અનેક એરિયામાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાયા છે. પહેલા પડેલા વરસાદના પાણી પૂરા સુકાયા નહતા ત્યાં ૩ દિવસમાં ર૮ ઈંચ જેટલો વરસાદ પડ્યા બાદ ઓખા નગરપાલિકા અને પીજીવીસીએલની જાણે પોલ ખોલી નાખી. લોકોએ પાણી નિકાલ માટે તથા લાઈટ ચાલુ કરવા માટે ૪૮ કલાકથી વધુ સમય રાહ જોયેલ અને રસ્તા રોકો આંદોલન કરવા પડ્યા. હાલમાં પણ અનેક વિસ્તારમાં જેટલા પાણી ભરાયા છે જેમાં લીલી સેવાળ અને માછલાં તરતા દેખાયા છે. એટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં એ વોર્ડ નં. ૧ મહિલા કહે છે કે મત માગવા આવેલા નેતાઓ આ સમયે ક્યાં ખોવાયા છે અને જ્યારે વિકાસના નામે ફકત રોડ બનાવે ત્યારે પાણી નિકાલ થાય એ માટે આયોજન શા માટે કરવામાં આવતું નથી આવી અનેક સમસ્યાઓ છે. પાલિકા અને આરોગ્ય વિભાગ તાત્કાલિક મેદાનમાં આવી અને યોગ્ય દવાનો છંટકાવ કરે અને લોકોની સલામતી માટે વિચારે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh