Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની મુલાકાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનો આક્રોશઃ
જામનગર તા. રઃ જામનગર શહેરમાં અતિભારે વરસાદ તથા પૂરના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં, દુકાનોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરી, અનાજ, ફર્નિચર વગેરેને મોટાપાયે નુક્સાન થયું છે. આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ જામનગરના અસરગ્રસ્તોની મુલાકાત માટે જામનગર આવ્યા હતાં. તેઓ જામનગરના લાલખાણ, ઘાંચીની ખડકી, ભીમવાસ, પુનિતનગર, બેડી સહિતના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક કોંગ્રેસી આગેવાનો, કોર્પોરેટરો, હોદ્દેદારો, કાર્યકરો સાથે ફર્યા હતાં અને પૂરપીડિતોની વ્યથા સાંભળી હતી.
ત્યારપછી સરકીટ હાઉસમાં તેમણે જણાવ્યું હતું કે, જામનગર શહેરમાં લકોને થયેલા નુક્સાન પેટે સરકાર તરફથી કેશડોલ્સની સહાય ચૂકવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે.
પૂરની સ્થિતિ એ કોઈ રાજકીય મુદ્દો નથી, પણ સરકારની નિષ્ફળતા છતી થઈ ગઈ છે. સરકારે પોર્ટલ પર ફોટા-વીડિયો અપલોડ કરવાની સૂચના આપી છે, પણ શહેરના મોટાભાગના પછાત વિસ્તારો અને ખેડૂતોને પોર્ટલ એટલે શું તેની જ ખબર નથી. આથી સરકારે એરલીફ્ટ વોટ્સએપથી ફોટા-વીડિયો અપલોડ કરવાની મંજુરી આપવી જોઈએ. કેશડોલ્સ ચૂકવવામાં આંટીઘૂંટીવાળી પ્રક્રિયા, બેંકના ખાતાની વિગતો સહિતના પૂરાવા રજૂ કરવાની નીતિરીતિ સામે પણ તેમણે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું કે સરકારે સત્વરે લોકોને યોગ્ય સહાય મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. શક્તિસિંહ ગોહિલ સાથે જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથરિયા, શહેર પ્રમુખ દિગુભા જાડેજા, મનપા વિપક્ષના નેતા ધવલભાઈ નંદા, કોંગ્રેસના પ્રદેશ પ્રતિનિધિ ભીખુભાઈ વારોતરિયા, બિપેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો અલ્તાફભાઈ ખફી, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા તેમજ બેડી વિસ્તારના કોર્પોરેટર નુરમામદ પલેજા સહિતના આગેવાનો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial