Advertisement
Author: નોબત સમાચાર

સડોદરમાં પાંચ વર્ષ પહેલાં વાવવા લીધેલી જમીન પર ત્રણ પુત્ર-પિતાએ જમાવ્યો કબજો

હાપામાં પાળો કરી એક શખ્સે અન્યની જમીનમાં કરી પેશકમદીઃ

જામનગર તા. રઃ જામનગરના હાપામાં આવેલી મૂળ અમદાવાદના દસક્રોઈ તાલુકાના બોપલના એક મહિલા તેમજ અન્ય વ્યક્તિઓની સંયુક્ત માલિકીની ખેતીની જમીનમાં જેસીબીથી પાળો કરી હાપાના એક શખ્સે પેશકદમી કરતા તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે જામજોધપુરના સડોદરમાં પાંચ વર્ષ પહેલાં ઉપલેટા તાલુકાના વૃદ્ધાએ પોતાની જમીન ત્રણ પુત્ર, પિતાને વાવવા માટે આપ્યા પછી તેઓએ દબાણ કરી લઈ તે વૃદ્ધાને આવવાની મનાઈ કરી દેતાં ત્રણેય સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાવ થઈ છે.

જામનગર નજીકના હા૫ામાં સીમ વિસ્તારમાં સર્વે નં.૧૨ તથા ૧૩માં જમીન ધરાવતા ઈન્દિરાબા સુરેશભાઈ ઈશરાણી નામના મહિલાએ ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાપા ગામના જેસંગ ગોવિંદભાઈ મિયાત્રા સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ઈન્દિરાબા તથા અન્ય વ્યક્તિઓની ઉપરોક્ત સર્વે નંબરમાં જગ્યા આવેલી છે. તે જગ્યામાં આવવા-જવાનો માર્ગ જેસીબીથી પાળો કરી જેસંગભાઈએ તે જમીન પચાવી પાડી છે. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નવાપરાના રંભાબેન ગોવાભાઈ ગાજરોતર નામના વૃદ્ધાની ખેતીની જમીન આવેલી છે. તે જમીન વર્ષ ૨૦૧૯માં સડોદર ગામના વ્રજલાલ ઠાકરશીભાઈ દુધાગરા તથા તેમના પુત્ર નિકુંજ અને હિતેશે વાવવા માટે રાખી હતી. ત્યારપછી આ શખ્સોએ તે જગ્યા પચાવી પાડી હતી અને રંભાબેનને ત્યાં પ્રવેશવા દીધા ન હતા. આ બાબતની રંભાબેને જામનગર જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી રજૂઆત કરી હતી. તેની તપાસ લેન્ડ ગ્રેબિંગ સમિતિએ શરૂ કર્યા પછી તેમાં તથ્ય જણાઈ આવતા રંભાબેનને પોલીસ ફરિયાદ કરવા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે શનિવારે રંભાબેને શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં વ્રજલાલ ઠાકરશી તથા તેના બે પુત્ર નિકુંજ અને હિતેશ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh