Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બેડમાં આવેલી ખેતીની જમીન સહમાલિકોની જાણ બહાર વેચી નખાઈ..!

બનાવટી સોગંદનામાથી હક્ક પત્રકે નામ કમી કરાવાયાઃ

જામનગર તા. રઃ જામનગરના બેડ ગામમાં આવેલી સાડા નવેક વીઘા જેટલી ખેતીની જમીન તેના સહ માલિકે અન્ય માલિકોને તેની જાણ ન થાય તે રીતે બનાવટી સોગંદનામુ રજૂ કરી હક્ક પત્રકે નામ કમી કરાવ્યા પછી તે જમીનનું વેચાણ કરી નાખતા તે જમીનના વડોદરામાં રહેતા સહ માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા બેડ ગામમાં સર્વે નં.૧૧૫ અને ૧૧૬માં હાલમાં વડોદરામાં રહેતા ચંદુભાઈ રાજાભાઈ ઓડીચ ઉર્ફે લતાકુંવર નીતુકુંવર (ઉ.વ.૬૫)ની તેમજ અન્ય લોકોની જગ્યા આવેલી છે.

અંદાજે સાડા નવેક વીઘા જેટલી તે જગ્યા પોતાના નામે કરી લેવા માટે ચંદુભાઈના રાજકોટમાં રહેતા ભાઈ ગિરીશ રાજાભાઈ ઓડીચે તજવીજ કરી તે જગ્યાના કાગળોમાંથી ચંદુભાઈ તથા અન્ય વ્યક્તિઓના નામ અંગે હક્ક કમી કરાવવા રૂ. ૨૦ના સ્ટેમ્પ પર સોગંદનામું તૈયાર કરાવી, અન્ય વ્યક્તિઓના ફોટા ચોટાડી દઈ અંગુઠા અથવા સહી કરી તે સોગંદનામાને રજૂ કરી દીધુ હતું.

ત્યારપછી ઉપરોક્ત વ્યક્તિઓને જાણ ન થાય તે રીતે તેનું વેચાણ કરી વિશ્વાસઘાત કરાતા સિક્કા પોલીસ સ્ટેશનમાં ચંંદુભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૦૬, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh