Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણી વિતરણ બંધ દરમ્યાન શહેરના અનેક વિસ્તારોમાં ન.પા. દ્વારા ટેન્કરોથી પાણી વિતરણ
ખંભાળીયા તા. રઃ ખંભાળીયામાં તાજેતરમાં પડેલા ત્રણ દિવસમાં ૩૬ ઈંચ જેટલો ભારે વરસાદને કારણે ઘી ડેમ સાડા સાત ફૂટે ઓવરફલો થતાં ભારે પૂર નીકળતા ખંભાળીયાને પીવાનું પાણી ૫ૂરૃં પાડતી મેઈન લાઈનોમાં ભંગાણ થયું હતું તથા લાઈનોના ટુકડા થઈ તણાઈ ગઈ હતી.
વરસાદ રહેતા જ પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ ઈજનેર એન.આર. નંદાણીયા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને જેસીબી હાઈડ્રા જેવા મોટા મશીનોના ઉપયોગથી ૧પ ફૂટ ઉંડા પાણીની ઉપર વીસેક ફૂટ ઉપર પાઈપલાઈનનું સમારકામ કરવાનું કાર્ય બે દિવસમાં પૂર્ણ કરીને આજ સવારથી ટેસ્ટીંગ કરીને પાણી વિતરણ ચાલુ કરતા સાતેક દિવસથી પાણીથી વંચિત રહેતા શહેરના લોકોએ રાહતનો દમ લીધો હતો.
રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાએ સ્થળ પર મુલાકાત પણ લીધી હતી. પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા કારો. ચેરમેન રેખાબેન ખેતિયા ટીમ સાથે મદદમાં જોડાયા હતાં. જો કે પાલિકા તંત્ર દ્વારા તાકીદે નિર્ણય લઈને જુની ફૂલવાડી વોટર વર્કસની યોજના તથા બોર ચાલુ કરાવીને ૪૦ ટકા વિસ્તારને પાણી મળતું કર્યું હતું. જડેશ્વર સ્ટેશન રોડ વિસ્તારની લાઈનો પણ વાલ્વ ચેંજ કરીને સવાથી રાત્રિના ૧૧ સુધી પાણી વિતરણ કરાયું હતું. આજથી નિયમિત વિતરણ શરૂ થતાં નાગરિકોમાં રાહત ફેલાઈ છે.
અનેક સ્થળે ટેન્કરથી પાણી વિતરણ
ખંભાળીયામાં ગત સાતમથી પાણી વિતરણ વ્યવસ્થા બંધ હોય છ સાત દિવસથી પાણી ના આવતા શહેરના અંદરના વિસ્તારો કે જ્યાં પાણીના બોરની ઘરોમાં સગવડ નથી ત્યાં સ્થિતિ દયાજનક થઈ હોય પીવાનું પાણી તો ઠીક પણ વાપરવા નાહવા ધોવા પાણીની સ્થિતિ ગંભીર થતાં પાલિકા તંત્ર દ્વારા ત્યાં પાણીના ટેન્કરો દ્વારા પાણી પહોંચાડ્યું હતું.
ખંભાળીયા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોને તેમની નજીકના સ્થળે પાણીના ટેન્કરો પહોંચાડીને રાહત થાય તેવી વ્યવસ્થા કરવામાં પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી તથા તેમના પરિવારના ભરતભાઈ મોટાણી, મોહિતભાઈ મોટાણી તથા અગ્રણી નીતિનભાઈ ગણાત્રા, મહેશભાઈ રાડીયા, જીજ્ઞેશભાઈ પરમાર, સંજયભાઈ દત્તાણી જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial