Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિસા શ્રીમાળી સોની - વારિયા પરિવારના
જામનગર તા. ૨: જામનગર વિસા શ્રીમાળી સોની જ્ઞાતિના - વારિયા પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજી તથા સતિમા શ્રી ચાકબાઇ માતાજીનો પાટોત્સવ ભાદરવા સુદ-૧, તા. ૦૪-૦૯-ર૦૨૪, બુધવારના દિને રાખવામાં આવ્યો છે.
આ વખતે પાટોત્સવના સમગ્ર આયોજન માટે મુખ્ય યજમાન તરીકેની સેવા (ગો.વા. મહેન્દ્રભાઈ મણીલાલ વારિયા તથા ગો.વા. પ્રભાબેન મહેન્દ્રભાઈ વારિયા ૫રિવાર) સુધીરભાઈ મહેન્દ્રભાઈ વારિયા તરફથી પ્રાપ્ત થયેલ છે.
આ મંગલમય પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોમાં નાગેશ્વરમાં કુળદેવી શ્રી મોમાઈ તથા ચાકભાઈના માતાજીના મંદિરે સવારે ૮ થી ૧૦ ચંડીપાઠ તથા માતાજીનું પૂજન-અર્ચન, બપોરે ૦૧-૦૦ વાગ્યે હોમાત્મક નવચંડી તથા બીડું હોમાશે. સમસ્ત વારિયા પરિવારના કુટુંબીજનોએ હવનના દર્શનનો લાભ લેવા તેમજ સહકુટુંબ દીકરી-જમાઇ સાથે તા. ૦૪-૯-ર૦૨૪, બુધવારનાના બપોરે ૧.૩૦ વાગ્યે પ્રસાદ લેવા શ્રી ખેતા ભગતની વાડી, નાગેશ્વર, જામનગરમાં પધારવા રાજુભાઈ મહેન્દ્રભાઈ વારિયા તથા કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ વારીયા તરફથી સમગ્ર વારિયા પરિવારને નિમંત્રણ પાઠવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial