Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૬ મહિલા પણ રમતા હતા તીનપત્તીઃ તમામ સ્થળેથી રૂપિયા બેએક લાખનો મુદ્દામાલ કરી લેવાયો કબજેઃ
જામનગર તા. ૨: જામનગરના એક એપાર્ટમેન્ટ તેમજ ગોકુલનગર, પાણાખાણ માં જુગાર પકડવા પોલીસે દરોડા પાડ્યા હતા. તે ઉપરાંત અન્ય ૧૨ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૨૬ મહિલા સહિત ૭૬ વ્યક્તિ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતા. કોટડાબાવીસીમાંથી ચાર શખ્સ નાસી ગયા હતા. તમામ સ્થળે પોલીસે રોકડ સહિત અંદાજે રૂપિયા ૧ લાખ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યા હતા.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પાણાખાણમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા મનસુખભાઈ મોહનભાઈ નંંદા, કૌશિકભાઈ હરીલાલ શાહ, ગોરધનભાઈ મોહનભાઈ રાઠોડ, જગદીશભાઈ ચુનીલાલ ભટ્ટ નામના ચાર વૃદ્ધને ઉદ્યોગનગર પોલીસ ચોકીના સ્ટાફે દરોડો પાડીને ઝડપી લીધા હતા. પટમાંથી રૂ. ૧૦,૨૮૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં ગઈકાલે સાંજે જુગાર રમી રહેલા રમેશભાઈ બાબુલાલ પરમાર, વિજય ટપુભાઈ વાઘેલા, જગદીશ દેવજીભાઈ ચાવડા, વિદુરસિંહ વેલુભા જાડેજા, પ્રસાદરામ ગરીબદાસ દાણીધારીયા, રમેશભાઈ ટપુભાઈ વાઘેલા, જયેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા નામના સાત શખ્સને પોલીસે રૂ. ૪૭૬૦૦ સાથે પકડી પાડ્યા છે.
જામનગરના ગોકુલનગર પાસે મયુરનગરની શેરી નં.૫માં ગઈરાત્રે પૂર્વ બાતમીના આધારે ઉદ્યોગનગર ચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે દરોડો પાડતા ત્યાં તીનપત્તી રમતા પારૂલબેન નાનજીભાઈ મકવાણા, લીલાબેન પ્રવીણભાઈ ચાવડા, ગીતાબેન ગોપાલભાઈ ચાવડા, આરતીબેન હિતેશભાઈ ઢાયાણી, મીનાબેન રમેશભાઈ બાબરીયા, પ્રભાબેન નિલેશભાઈ મકવાણા, ભાવનાબેન સુરેશભાઈ કુડેચા, ગોપાલ પ્રવીણભાઈ માણેક, હિતેશ ભીખુભાઈ ઢાયાણી, કરણ કરમશીભાઈ સાગઠીયા નામના દસ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૧૦,૫૯૦ કબજે કર્યા છે.
લાલપુર શહેરની ગાયત્રી સોસાયટીમાં ગઈરાત્રે રોન પોલીસ રમતા જયસુખ રામોલીયા, મનિષાબેન ધર્મેશભાઈ રામોલીયા, જયશ્રીબેન પ્રફુલભાઈ રાખડીયા, શિલ્પાબેન ભાવેશભાઈ કગથરા, હંસાબેન હર્ષદભાઈ મેઘનાથી, રેખાબેન પ્રકાશભાઈ વ્યાસ નામના છ વ્યક્તિને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૧૧૭૫૦ કબજે કર્યા છે.
લાલપુર તાલુકાના પડાણા ગામમાં તલાવડી વિસ્તારમાં તીનપત્તી રમતા રાજેશ વાલજીભાઈ મકવાણા, જયેશ ખીમજીભાઈ પરમાર, કમલેશ દાનાભાઈ પરમાર નામના ત્રણને મેઘપર પોલીસે પકડી લઈ પટમાંથી રૂ. ૧૦,૭૩૦ કબજે કર્યા છે.
જામજોધપુરમાં ઉપાશ્રય રોડ પર ગઈરાત્રે જુગાર રમતા મિલન પ્રાણલાલ ઠકરાર, જલ્પેશ મનસુખભાઈ કડીવાર, પ્રતીક રમેશભાઈ જોષી, પ્રકાશ ભીખાલાલ ધાણક, મનિષ રતીલાલ સોલંકી નામના પાંચ શખ્સને પોલીસે રૂ. ૧૩૨૦૦ સાથે પકડી પાડ્યા છે.
જોડિયા તાલુકાના કેશીયા ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમતા ભરત રવજીભાઈ નંદાસણા, અશ્વિન ખોડાભાઈ ભટાસણા, અરવિંદભાઈ મનજીભાઈ ગોધાણી, ઘેટીયા, ઓધવજીભાઈ મનજીભાઈ નામના ચાર શખ્સ રૂ. ૧૮,૮૦૦ સાથે ઝડપાઈ ગયા છે.
લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં ગઈકાલે બપોરે જુગાર રમતા દીપક નાથુભાઈ ડગરા, મુકેશ ખીમાભાઈ ડગરા, અનિલગર કિશોરગર ગોસાઈ તથા જીવણ આલાભાઈ જોડ નામના ચાર શખ્સ રૂ. ૧૭, ૪૭૦ સાથે ઝડપાયા છે.
મીઠોઈ ગામમાં પાડવામાં આવેલા બીજા દરોડામાં મીના મારાજ ઉર્ફે મહેન્દ્રગર શંકરગર ગોસાઈ, જાડેજા દિલીપસિંહ ખુમાનસિંહ, દામજીભાઈ નાથાભાઈ ફફલ નામના ત્રણ શખ્સ રૂ. ૧૩૬૧૦ સાથે પકડાઈ ગયા છે.
જામનગર નજીકના હાપાના ખારી વિસ્તારમાં આવેલા મંદિર પાસે શનિવારે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ભાનુબેન ગગુભાઈ ગોહિલ, નંદુબેન બાબુભાઈ દેગામા, ગૌરીબેન રાજારામ સૂર્યવંશી નામના ત્રણ મહિલાને પોલીસે રૂપિયા ૧,૦૫૦ સાથે પકડી પાડ્યા છે.
જામનગરના તાડીયા હનુમાન અખાડા ચોકમાં શનિવારે સાંજે જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા સરોજબેન મોહનભાઈ પરમાર, બિંદીયાબેન મેરૂભાઈ દસલાણી, પ્રભાબેન લાખાભાઈ રાઠોડ, મંજુબેન ભગવાનજી માજુસા, સમજુબેન અરજણભાઈ ડોણાસિયા, ભાનુબેન દિલીપભાઈ ગોહિલ, કાજલબેન હિતેશભાઈ ગોહિલ, હીનાબેન ધર્મેશભાઈ ગોહિલ નામના આઠ મહિલાને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ. ૨૬૮૦ કબજે લીધા છે.
જામનગરના જનતા ફાટક આગળ આવેલા રોઝી પેટ્રોલ પંપ પાસે જ્યોતિ ટાવર-૧ નામના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં શનિવારે રાત્રે જુગાર રમી રહેલા દિપક ગેનીભાઈ બોહરા, ચેતમાન દિલભાઈ ટમટા, ગોવિંદભાઈ હીરાસિંગ સાઉદ, બિરેન્દ્ર લાલબહાદુર લુહાર, બીરખા અમરભાઈ બોહરા તથા સર્જન દલભાઈ બોહરા નામના છ નેપાળી શખ્સને પોલીસે રૂપિયા ૧૪૪૦૦ સાથે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે .
જામનગરના ગોકુલનગર રોડ પર આવેલી સાયોના શેરીમાં શનિવારે રાત્રે તીનપત્તી રમી રહેલા ભોજાભાઇ રણમલભાઈ બડીયાવદરા, સુરેશ ઉર્ફે અમિત નરશીભાઈ જોરીયા, છગન કાનજીભાઈ પરમાર, ટીનાબેન નાનજીભાઈ વાઘેલા, અજીબેન કારાભાઈ આંબલીયા, સવિતાબેન હસમુખભાઈ રાઠોડ નામના છ વ્યક્તિને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ. ૩૪૮૦ રોકડા ઝબ્બે લીધા છે.
જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામના પાદરમાં શનિવારે સાંજે તીન પત્તી રમતા નિમિત દિનેશભાઈ વેગડ, રસિક લાલજીભાઈ ડેડાણીયા, અક્ષય મનસુખભાઈ જોશી, જીતેશ ગોરધનભાઈ કટારીયા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે પોલીસને જોઈને નીતિન બાબુભાઈ ડેડાણીયા, મીત વિપુલભાઈ વેગડ, મેણંદભાઈ સાગઠીયા તથા રાહુલ ભીખુભાઈ મારૂ નામના ચાર શખ્સ નાસી ગયા હતા. પોલીસે પટમાંથી રૂપિયા ૧૦,૨૩૦ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં શનિવારે રાત્રે તીનપતી રમી રહેલા સિરાજશા જુમાશા સરવદી, અકબરશા રમઝાનશા સરવદી, અલ્ફેઝશા આમદશા સરવદી નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૂ. ૧૦,૨૩૦ ઝબ્બે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial