Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી રેસ્કયૂ કરાયેલા
જામનગર તા. ૨: જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અતિભારે વરસાદના પરિણામે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું હતું. જામનગર તાલુકાના શાપર ગામે વાડી વિસ્તારમાં ૭૬ જેટલા લોકો પાણીના પ્રવાહમાં ફસાયા હતાં. ચારેબાજુ પાણી હોવાથી ખેતમજૂરો બહાર નીકળી શકે તેમ ન હોય આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રની અને ગ્રામજનોની મદદથી ૧ સગર્ભા, ૪૦ જેટલા બાળકો સહિત ૭૬ લોકોનું સફળ રીતે રેસ્ક્યૂ કરી સુરક્ષિત આશ્રય સ્થાન આપવામાં આવ્યું હતું.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ શાપર ગામે રેસ્કયૂ કરાયેલા લોકો અને ગ્રામજનોની મુલાકાતે પહોંચ્યા હતાં અને તેઓના ખબર અંતર પૂછયા હતા. ગામના આગેવાનો દ્વારા કુદરતી આફતની સ્થિતિમાં અસરગ્રસ્તોની મદદ કરવામાં આવી રહી છે તે બદલ મંત્રીએ તમામને અભિનંદન પાઠવ્યા હતાં. પાણીના પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાની અને રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હોય તેમજ ખેડૂતોના ખેતરમાં નુકસાની સર્જાઈ હોય તેઓની રજુઆતો સાંભળી સકારાત્મક રીતે કાર્યવાહી કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું. રેસ્કયૂ કરાયેલા લોકો હાલ સલામત જગ્યાએ હોવાથી તેઓએ ગામના અગ્રણીઓ, આર્મીના જવાનો, તંત્ર અને પદાધિકારીઓ સહિત તેમના ખબર અંતર પૂછવા પહોંચેલા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે પરામર્શ કર્યો હતો.. આ તકે આગેવાનો મુકુન્દભાઈ સભાયા, કુમારપાળસિંહ રાણા, દિલીપસિંહ, વિઠ્ઠલભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial