Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુડકાનું રાઉન્ડ પૂરૂ થતાં ઉતરવાના બદલે મારામારીઃ
જામનગર તા. ૨: જામનગરના સાતરસ્તા નજીક પ્રદર્શન મેદાનમાં શનિવારે શરૂ થયેલા શ્રાવણી લોકમેળામાં રાત્રિના સમયે રાઈડનું એક રાઉન્ડ પૂર્થ થતાં તેમાંથી ઉતરવાના બદલે લાલપુરના ઝાખર ગામના બે શખ્સે રાઈડ્સ સંચાલક સાથે ઝઘડો કરતા બંને સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગરમાં સાતરસ્તા પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં શનિવારે સાંજથી લોકમેળાની શરૂઆત થઈ શકી છે. સાંજથી જ મેળાના સ્થળે નગરજનો ઉમટી પડ્યા હતા. સાતમ, આઠમ, નોમના તહેવારોમાં વર્ષો પછી વરસાદના કારણે મેળા બંધ રહેતા મેળો માણવા માટે તલપાપડ નગરજનો શનિવારે રાત્રે પ્રદર્શન મેદાનમાં બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા.
તે દરમિયાન રાત્રે સાડા અગિયારેક વાગ્યે લોકમેળામાં એક રાઈડમાં લાલપુર તાલુકાના ઝાંખર ગામના રઘુવીરસિંહ અનોપસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ અનોપસિહ જાડેજા નામના બે શખ્સ બેઠા હતા ત્યાર પછી આ રાઇડ્સના સંચાલક ફૈઝલ ફારુકભાઈ ખફીએ તેનો એક રાઉન્ડ પૂર્ણ થતા આ બંને વ્યક્તિઓને હુડકામાંથી ઉતરી જવા માટે કહ્યું હતું પરંતુ હુડકામાંથી આ વ્યક્તિઓ નીચે ઉતરવાની બદલે ગાળો ભાંડી ઝઘડો કરવા માંડ્યા હતા અને આ શખ્સોએ રાઇડ્સના સંચાલક ફૈઝલ ફારૂક પર ઢીકાપાટુથી હુમલો કરી માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વેળાએ મેળામાં બંદોબસ્તમાં રહેલા પોલીસ સ્ટાફે બંને આરોપીઓની અટક કરી હતી. ત્યારપછી મોડી રાત્રે સિટી એ ડિવિઝન પોલીસે ફૈઝલ ફારૂકની ફરિયાદ પરથી બંને સામે ગુન્હો નોંધ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial