Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા શહેરમાં ભારે વરસાદના કારણે લગભગ તમામ માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્યઃ ગ્રાન્ટ ફાળવવા માંગ કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકના રસ્તાઓને પણ ભારે નુકસાનઃ

ખંભાળીયા તા. રઃ ખંભાળીયા શહેરમાં મોસમનો ૮૬ ઈંચ વરસાદ પડતા તથા ત્રણ દિવસમાં ૩૬ ઈંચ વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાતા તથા પૂર નીકળતા શહેરના મોટાભાગમાં રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ખંભાળીયામાં સ્ટેશન રોડ, નગરગેઈટ, જોધપુર ગેઈટ રોડ, જામનગર રોડ, જડેશ્વર રોડ સહિત શહેરના અનેક રસ્તાઓ પર ખાડાની સ્થિતિ થઈ ગઈ હતી. પાલિકા ગર્લ્સ સ્કૂલ પાસે મોટો ખાડો પડતા ત્યાંથી ગોવિંદ તળાવના પાણીનો નિકાલ હોય ખાડામાં અનેક વાહનો પડ્યા હતાં. જો કે, ખાડા એટલા પડ્યા હોય કે નવો રોડ ના બને ત્યાં સુધી આ ખાડા જાય તેમ ના હોય રાજ્ય સરકાર ખાસ ગ્રાન્ટ ફાળવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. ભારે વરસાદથી અનેક નવા રસ્તાઓને પણ નુકસાન થયું છે અને નવા રસ્તાઓ પણ ધોવાઈ ગયાની સ્થિતિ થઈ ગઈ છે.

જિલ્લામાં પણ રસ્તાને નુકસાન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં ૮પ-૮૯ ઈંચ જેટલો વરસાદ પડતા ગ્રામ્ય પંથકના જિલ્લા પંચાયત માર્ગ તથા સ્ટેટ હાઈવે પર ઠેકઠેકાણે ગાબડા પડ્યા છે તો અનેક સ્થળે સીસી રોડ પણ ગાડીઓ પડે તો અડધી દેખાય નહીં તેવા ગાબડા પડ્યા છે. જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા દ્વારા પીડબલ્યુડી તંત્ર ગ્રામ પંચાયતોને તાકીદે સૂચના આપીને ખાડા પુરવા પ્રયાસો શરૂ કર્યા છે. ત્રણ ખાડા એવડા મોટા છે કે ત્યાં નવો રસ્તો બનાવો જ ૫ડે તેવી સ્થિતિ છે. અનેક ગામોમાં ભારે વરસાદથી નવા રોડને પણ નુકસાન થયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh