Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમિશનરના માર્ગદર્શનમાં ઓપીડી સેવાઓ સુદૃઢ કરાઈઃ
જામનગર તા. રઃ જામનગર શહેરમાં ગત તા. ૩૧ ના મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી હતી. શહેરના નાગરિકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે, મ્યુનિ. કમિશનરના માર્ગદર્શનમાં ઓપીડી સેવાઓને સુદૃઢ કરવામાં આવી છે.
શહેરના ૧ર આરોગ્ય કેન્દ્રમાં ૧૦૬૪ દર્દીઓ દ્વારા સારવાર લેવામાં આવી જેમાં સામાન્ય ઝાડાના ૧પ, ઝાળા-ઉલટીના પ, શરદી-ઉધરસના-૩પ, સામાન્ય તાવના-૬૮ કેસ નોંધાયા હતાં.
હેલ્થ અને વેલનેસ સેન્ટરની ઓપીડીમાં ૧ર૦૩ દર્દીઓએ લાભ લીધો હતો. શહેરના પુરગ્રસ્ત વિસ્તારમાં આરબીએસકે ટીમના ડોકટર્સ દ્વારા ૧ર યુએચસી લગત અલગ-અલગ બાર સ્થળોએ સ્પેશિયલ ઓપીડી શરૂ કરવામાં આવી હતી. જેમાં કુલ ૭૯પ દર્દીઓએ લાભ લીધો હતો.
ઓપીડીમાંથી તાવના ૯૦, શરદી, ઉધરસના રરપ, સામાન્ડ ઝાડાના ૩૩, ઝાડા-ઉલટીના ર૦, ચામડીના ૩૪૧, અન્ય ૭પ કેસ જોવા મળ્યા હતાં. આમ શહેરના કુલ ૩૦૬ર લોકોએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો. ઓપીડી સેવાઓ દરમિયાન લોકજાગૃતિ આવે તે માટે મુલાકાતે આવતા દર્દીઓને પાણીજન્ય રોગચાળા તથા વાહકજન્ય રોગચાળાથી બચવા અંગેની પ્રત્રિકાઓનું તથા કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શહેરના અલગ-અલગ ર૭ જગ્યાઓએથી આરોગ્ય વર્કર દ્વારા રેસીડ્યુલ કલોરીન ચેક કરવામાં આવ્યું. જેમાં તમામ જગ્યાએ ૦ર થી ૦પ જેટલો રેસીડ્યુલ કલોરીન જોવા મળ્યો હતો. શહેરમાં ૭૯૦૦ જેટલી કલોરીનની ગોળી તથા ર૪૭ ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વાહકજન્ય રોગચાળા નિયંત્રણ અંગે કરવામાં આવેલ કામગીરીમાં શહેરમાં મચ્છરજન્યરોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકન ગુનિયાના કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પત્તિને નિયંત્રિત કરી શકાય. તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
જેમાં તા. ૩૦-૮-ર૪ ના આરોગ્ય કેન્દ્રની સુપરવાઈઝર-૩૩, સર્વેલન્સ ટીમ-૧૬૬ દ્વારા વસ્તી-ર૩૬૬૦, ઘર-પ૭૭૦ તથા ર૯૬૮૭ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમ્યાન ઘરોમાંથી સામાન્ય તાવના ૯૯ કેસ મળ્યા હતાં. જેમને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી.
ઉપરોકત ઘરોમાંથી ૧૧૧ ઘરોમાં ૧૩૧ પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળેલ, જેનો નાશ કરવામાં આવેલ. પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ૩૧ર૪ પાત્રોમાં એબેટે નામની દવા નાખવામાં આવેલ તથા ૧૦૪ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયું હતું.
૩૦ સેલરમાં પાણી ભરેલા જોવા મળતા તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ ૮ જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ. સાત રસ્તાથી સમર્પણ હોસ્પિટલ સુધી રોડની બન્ને સાઈડમાં ભરાયેલ પાણીના ખાડાઓમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગર પાલિકા આરોગ્ય શાખા દ્વારા એસએસઆઈની જરૂરિયાત મુજબ શહેરમાં ૪૧૦૦ કિલો જંતુનાશક પાવડરનો જથ્થો મોકલવામાં આવેલ છે. જેનો તેઓ દ્વારા જરૂરિયાતવાળી જગ્યાઓએ છંટકાવ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial