Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રિજની ખામીયુકત ડિઝાઈન કારણભૂત?
જામનગર તા. રઃ જામનગર શહેરના વોર્ડ નં. ૧૬ માં બનાવાયેલ બ્રીજમાં ટેકનિકલ ફોલ્ટ હોવાથી ઝાંડી-ઝાંખરા સહિતનો કચરો પુલમાં ફસાઈ ગયો છે આ અંગે સફાઈ કામગીરી હાથ ધરવા મ્યુનિ. કમિશનર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.
તાજેતરમાં જામનગરમાં ભારે વરસાદ થતાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થવા પામી હતી. વોર્ડ નંબર ૧૬ માં વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતાં. વોર્ડ નંબર ૧૬માં બનાવાયેલ બ્રીજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી વરસાદી પાણીનો કચરો આ પુલમાં ચોતરફ ફસાઈ ગયો હતો. આ અંગે પૂર્વ કોર્પોરેટર ચંદુભાઈ કાછડીયાએ ફોટા સાથેનો અહેવાલ કમિશનર સમક્ષ રજુ કર્યા છે. આ પુલની ડિઝાઈન એવી બનાવાઈ છે કે કચરો તેમાંથી પસાર થતો નથી પરંતુ બ્રીજ માંજ ફસાઈ જતાં બ્રીજ કદરૂપો જોવા મળી રહ્યો છે. હવે આ બ્રીજની તાકિદે સફાઈ કરાવવામાં આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial