Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગ-મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરીઃ
જામનગર તા. રઃ જામનગર જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના સ્ટેટ તથા પંચાયત હસ્તકના પ૪ જેટલા માર્ગો અસરગ્રસ્ત બન્યા હતાં. જેમાના મોટાભાગના માર્ગો માર્ગ અને મકાન વિભાગે રાત દિવસ કામગીરી કરી પુનઃ કાર્યરત કર્યા છે અને ત્યારે જામનગર જિલ્લાનો આવો જ એક માર્ગ રણજીતપર બાલંભા કે જે ભારે વરસાદી પ્રવાહમાં મહત્તમ ધોવાઈ ગયેલ હતો અને વાહનોની અવર જવર માટે બંધ થયો હતો તે માત્ર ૧ર કલાકમાં ટૂંકાગાળામાં જ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી લોકોની અવરજવર માટે કાર્યરત કરાયો છે.
જામનગર માર્ગ અને મકાન વિભાગ વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય ગોસ્વામીએ આ અંગે જણાવ્યું છે કે, રણજીપતર-બાલંભા એકમાત્ર માર્ગ છે કે જે રણજીતપર ગામને જોડે છે. વરસાદનું પાણી ઓવરટોપ થવાથી આ માર્ગ મહત્તમ સ્થળે ધોવાઈ ગયો હતો અને લોકોની અવર-જવર માટે બંધ થયો હતો. અને માર્ગ બંધ થતા રણજીતપર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. વરસાદ રોકાતા માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી રાત દિવસ એક કર્યા અને માત્ર ૧ર કલાકમાં જ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા કાર્યપાલક ઈજનેરની ઉપસ્થિતિમાં આ રોડ અવરજવર માટે કાર્યરત કરાયો છે. વધુમાં આ માર્ગ માટે સરકાર દ્વારા ૧ર કરોડથી વધુનો ખર્ચ મંજુર થયેલ છે. ચોમાસુ પૂર્ણ થઈ આ રોડના નવીનીકરણનું કામ હાથ ધરાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial