Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાત્કાલિક અસરથી ગામોનો સર્વે કરવા સૂચનો કર્યા
જામનગર તા. રઃ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે અતિવૃષ્ટિથી પ્રભાવિત જામનગર તાલુકાના બેડ, વસઈ અને આમરા ગામની મુલાકાત લઈ કુદરતી આફત વચ્ચે લોકોના ઘરે જઈ તેમના ખબર અંતર પૂછ્યા હતાં.
બેડ ટોલનાકા પાસે અને આજુબાજુના વિસ્તારમાં પાણીના વધુ પ્રવાહના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. ત્યારે મંત્રીએ લગત અધિકારીઓને અસરગ્રસ્ત ગામોનો ત્વરિત સર્વે કરી કામગીરી કરવા જણાવ્યું હતું. જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને પદાધિકારીઓએ ઝીરો કેઝયુલિટીના ધ્યેય સાથે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. જેના પરિણામે માનવ જીવન સલામત છે.
મંત્રીએ ખેડૂતો, અસરગ્રસ્ત લોકો અને ગ્રામજનોની રજુઆતો સાંભળી સકારાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે. તેઓની આ મુલાકાતમાં અગ્રણીઓ મુકુંદભાઈ સભાયા, કુમારપાળસિંહ રાણા, દિલીપસિંહ, અતુલભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, વિઠ્ઠલભાઈ કણજારીયા, રણછોડભાઈ પરમાર, અધિકારીઓ, ખેડૂતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial