Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેંચ આવવાથી મૃતક પડી ગયા હતા ખાડામાં:
જામનગર તા. રઃ જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે ભરેલા વરસાદી પાણીના ખાડામાંથી શનિવારે સવારે અજાણ્યા પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ઓળખ થઈ છે. મૃતક ખેંચની બીમારીથી પીડાતા હતા અને શનિવારે સવારે તે ખાડા પાસેથી પસાર થતી વખતે ખેંચ આવી જતાં તેઓ તેમાં પડી ગયા પછી ડૂબી ગયા હતા.
જામનગરના જૂના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ભારત પેટ્રોલપંપ તથા સીટી આરકેડ ઇમારતની પાછળના ભાગમાં ગયા સપ્તાહે પડેલા ભારે વરસાદના કારણે વરસાદી પાણીનું મોટું ખાબોચીયુ ભરાઈ ગયું હતું તેમાંથી શનિવારે સવારે એક અજાણ્યા પ્રૌઢનો ઊંધા મ્હોંએ પડેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેને નીહાળી કોઈએ પોલીસને જાણ કર્યા પછી આવી ગયેલી ૧૦૮માં તે પ્રૌઢને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
સિટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પીએમ માટે ખસેડ્યા પછી મૃતકની ઓળખ મેળવવા માટે શરૂ કરેલી તપાસમાં આ મૃતકની ઓળખ મળવા પામી છે. જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પાસે આવેલા સાંઈબાબાના મંદિર નજીક રહેતા ફિરોઝ ઇબ્રાહીમભાઇ સમેજા નામના રીક્ષા ડ્રાઇવરે મૃતદેહને ઓળખી બતાવ્યો છે.
તેઓએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યા મુજબ જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં આવેલા તાડીયા હનુમાન મંદિર પાસે રહેતા ઉસ્માનભાઈ અબ્દુલભાઈ સીપાઈ ઉર્ફે અનવરભાઈ નામના ૫૩ વર્ષના પ્રૌઢ ખેંચની બીમારીથી પીડાતા હતા. તેઓ શનિવારે સવારે નવેક વાગ્યે પાણી ભરેલા ઉપરોકત ખાડા પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક જ તેઓને ખેંચ આવી જતા તેઓ પાણીમાં પડી ગયા હતા અને તે ખાડામાં ડૂબી ગયા હતા. પોલીસે ફિરોજભાઈનું નિવેદન નોંધી અપમૃત્યુ અંગે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial