Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ કાલાવડ શહેરમાં ગઈકાલે એક યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. જ્યારે નગરના વાલ્મિકીવાસમાં રહેતા એક યુવાનનું તબીયત લથડ્યા પછી મૃત્યુ નિપજ્યંુ છે.
કાલાવડ શહેરમાં શિવમ્ નગર-૧માં રહેતા પારસભાઈ વલ્લભભાઈ રાખોલીયા ઉર્ફે શક્તિભાઈ (ઉ.વ.૪૧) નામના યુવાન ગઈકાલે બપોરે સ્વાગત રેસિડેન્સી પાસે સુતા હતા ત્યારે તેઓ બેભાન હાલતમાં જણાઈ આવતા સારવાર માટે સરકારી દવાખાને લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. વલ્લભભાઈ શામજીભાઈ રાખોલીયાએ પોલીસને જાણ કરી છે. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વલ્લભનગર પાસે વાલ્મિકીવાસમાં રહેતા નાથાભાઈ દામજીભાઈ ઝાલા (ઉ.વ.૪૭) નામના યુવાનની ગઈકાલે બપોરે તબીયત લથડતા તેઓને પુત્ર નિશીતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial