Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વકફ બોર્ડ અને મની લોન્ડ્રીંગ કેસમાં
નવી દિલ્હી તા. રઃ દિલ્હીના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની વકફ બોર્ડ અને મની લોન્ડ્રીંગ કેસમાં ઈડીએ ધરપકડ કરી છે.
દિલ્હી વકફ કૌભાંડમાં અમાનતુલ્લા ખાનના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશનમાં ઈડીના છથી સાત અધિકારીઓ સામેલ હતાં. દિલ્હી પોલીસની ટીમ તેમના ઘરની બહાર હાજર હતી. અર્ધલશ્કરી દળના જવાનો પણ હાજર રહ્યા હતાં. છેલ્લા એક વર્ષથી આમ આદમી પાર્ટીના ઘણાં નેતાઓ દારૂ કૌભાંડ અથવા સંબંધિત મામલામાં જેલમાં જઈ ચૂક્યા છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને મનિષ સિસોદિયા અને સંજયસિંહ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા સંજયસિંહે અમાનતુલ્લા ખાનના દાવા પર કહ્યું કે ઈડીની નિર્દયતા જુઓ, અમાનતુલ્લાખાન પહેલા ઈડીની તપાસમાં જોડાયા અને વધુ સમય માંગ્યો. તેની સાસુને કેન્સર છે. તેણે ઓપરેશન કરાવ્યું છે. દરમિયાન ઈડીએ વહેલી સવારે તેના ઘરે દરોડા પાડ્યા હતાં.
સંજયસિંહે એક વીડિયો શેર કર્યો હતો જેમાં ઈડીના અધિકારીઓ અમાનતુલ્લાના ઘરના દરવાજા પર ઉભા જોઈ શકાય છે. ઘરમાં પલંગ પર એક વૃદ્ધ મહિલા પણ સૂઈ રહી છે. દરમિયાન અમાનતુલ્લા કહે છે, મે તમને લખ્યું છે કે મારે ચાર અઠવાડિયાનો સમય જોઈએ છે. મારી સાસુનું ઓપરેશન ચાલી રહ્યું છે. ત્રણ દિવસ પહેલા મારી સાસુનું ઓપરેશન થયું છે અને તમે મારી ધરપકડ કરવા આવ્યા છો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial