Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુ વરસાદે વીજ આંચકો લાગતા યુવાનનું થયું મૃત્યુઃ
જામનગર તા. ૨: જામનગરના મિયાત્રા ગામના પુલ પરથી ગયા મંગળવારે સાંજે ધસમસતા વહેણમાં નાના થાવરીયા ગામના એક યુવાન તણાઈ ગયા હતા. તેઓનો ગઈકાલે મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે નગરની શાંતિ વીલા સોસાયટીમાં બુધવારે ચાલુ વરસાદે વીજ આંચકો લાગતા આ સોસાયટીમાં ભરાયેલા પાણીમાં પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આમ ગયા સપ્તાહે વરસેલા વરસાદે માનવ જિંદગીનો ભોગ લીધાનો નવમો બનાવ નોંધાવા પામ્યો છે.
જામનગર તાલુકાના નાના થાવરીયા ગામમાં રહેતા સંદીપસિંહ માધુભા કેર નામના ૩૦ વર્ષના યુવાન ગયા મંગળવારે વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે મિયાત્રા તરફ જવાના પુલ પરથી ધસમસતા પાણીમાં પડી ગયા હતા.
તણાઈ ગયેલા આ યુવાનને શોધવા માટે શરૂ કરાયેલી શોધખોળ દરમિયાન ગઈકાલે રાત્રે તેઓનો મૃતદેહ પાણીના વહેણમાંથી મળી આવ્યો છે. જામનગરના રામેશ્વરનગર નજીક હવેલીવાળી શેરીમાં રહેતા કુલદીપસિંહ પ્રવીણસિંહ કેરે પોલીસને જાણ કરી છે.
જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલી શાંતિ વીલા સોસાયટીની શેરી નં.૧માં રહેતા કનકસિંહ રવુભા જાડેજા (ઉ.વ.૪૮) નામના યુવાન ગયા બુધવારે પોતાના ઘરે હતા ત્યારે તેઓને વરસી રહેલા વરસાદ વચ્ચે વીજ આંચકો લાગ્યો હતો. તેઓ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીમાં પડી ગયા હતા. વધુ પડતું પાણી પી ગયેલા આ યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મયુર સિંહ પ્રવીણસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial