Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જીના સહયોગથી દ્વારકા જિલ્લાના ર૭ ગામના ૩૦ ખેડૂતોને અપાઈ તાલીમ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રેરણાદાયી પ્રવાસ દરમિયાન

જામનગર તા. રઃ સોલીડારીડાડ સંસ્થા જામનગર દ્વારા જામનગર જિલ્લાના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ર૭ જેટલા ગામોમાં ખેતી અને ખેડૂતોના વિકાસ માટે કાર્યરત છે, જેમાં નાયરા એનર્જીના સી.એસ.આર. વિભાગના સહયોગથી ચાલતા ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પુનર્જિવીત ખેતી બાબતે કાર્યો કરી રહ્યું છે. ગ્રામ સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ર૭ ગામોમાંથી પ્રગતિશીલ અને જાગૃત એવા ૩૦ જેટલા ખેડૂતોની પસંદગી કરી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો પ્રવાસ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં બે દિવસ ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત કરતા ડો. એચ.સી. છોડવાડિયા દ્વારા સ્વાગત અને તાલીમમાં આવેલ સોલીડારીડાડ સંસ્થાની ટીમ અને હાજર તાલીમાર્થીઓનું શાબ્દિકસ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રથમ સત્રમાં ડો. બી.વી. પટોળિયા દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા ખેતી લક્ષી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ બાબતે માહિતી આપતા પ્રાકૃતિક ખેતી બાબતે માહિતી આપી હતી. બીજા સત્રમાં ડો. ડી.એમ. જેઠવા દ્વારા કપાસ અને મગફળી પાકોમાં આવતી જીવાતોની ઓળખ અને જીવનચક્ર અને તેના નિયંત્રણના પગલા બાબતે માહિતી આપી હતી.

બીજા દિવસના પહેલા સત્રમાં ડો. કે.કે. કણઝારિયા દ્વારા મગફળી અને કપાસ પાકમાં આવતા રોગ અને જીવાતની ઓળખ તેનું જીવનચક્ર અને એના જૈવિક નિયંત્રણ બાબતે માહિતી આપી હતી. બીજા સત્ર ડો. એ.એસ. જાડેજા દ્વારા કપાસઅને મગફળી પાકમાં વિકાસ અને ઉત્પાદન વધારવા જરૂરી પોષક તત્ત્વો અને તેના કાર્યો બાબતે માહિતી આપી હતી. ત્રીજા સત્રમાં ધાનાણી દ્વારા કૃષિ યુનિવર્સિટીની ઓનલાઈન યોજનાઓ તેની એપ્લિકેશન અને વેબસાઈટ તેમજ માસિક પત્રો અને કૃષિ મેગેઝિન તથા કૃષિલેખ બાબતે માહિતી આપી હતી. ચોથા સત્રમાં ડો. કે.એમ. કારેચા દ્વારા કપાસ અને મગફળી પાકોમાં મૂલ્યવર્ધન અને વધુ આવક મેળવવાના સ્ત્રોત બાબતે માહિતી આપી હતી. છેલ્લા સત્રમાં તાલીમમાં હાજર ખેડૂતોને યુનિવર્સિટીનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. જેમાં ખેતી લક્ષી ઈનોવેશન ડેમો પ્લોટ, સંગ્રહાલય, મ્યુઝિયમ, પશુપાલન રોડ, પશુ દવાખાનું તેમજ વૈવિક ઈનપુટ ઉત્પાદન વિભાગ અને કૃષિ દર્શનાલયની મુલાકાત કરી હતી.

કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જતા ડો. તુષાર વાઘેલા અને ડો. જે.એન. નારિયા દ્વારા આભારવિધિ કરવા સાથે કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડો. વી.પી. ચોવટિયા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.બી. જાદવ, સોલીડારીડાડ સંસ્થાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર રાજકુમાર, વ્રજલાલ રાજગોર, ઉદય જાદવ, એક્તા ચોથાણી અને સોયબઅલી ધુધા દ્વારા ખૂબ જહેમત ઊઠાવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh