Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બળાત્કારને દસ દિવસમાં 'સજા એ મોત'
કોલકાતા તા. રઃ કોલકાતાની આરજી કર હોસ્પિટલના ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કિસ્સાથી આખો દેશ ચોંકી ગયો છે. આવી જઘન્ય ઘટનાઓને રોકવા માટે કડક કાયદો બનાવવાની માંગ ઊઠી છે. દરમિયાન બંગાળ સરકારે આજથી વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં બળાત્કારના દોષિતોને ફાંસીની સજા આપવાનું બિલ રજૂ કરવામાં આવશે અને તેને પસાર પણ કરવામાં આવશે. આ વિશેષ સત્ર દરમિયાન એક બિલ રજૂ કરવામાં આવશે, જેમાં બળાત્કારના દોષિતોને ૧૦ દિવસની અંદર મૃત્યુદંડની સજા સુનિશ્ચિત કરવાનો પ્રસ્તાવ છે. આજથી વિશેષ સત્ર શરૂ થશે અને મંગળવારે પ્રસ્તાવિત બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્ય વિરોધ પક્ષ ભાજપ વિધાનસભામાં મમતાના આ પગલાંનું સમર્થન કરશે.
ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ભાજપના ધારાસભ્યો બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મુજમુદારે રવિવારે કહ્યું હતું કે રાજ્ય વિધાનસભામાં મમતા બેનર્જી દ્વારા લાવવામાં આવેલા બિલને બીજેપી બિલ સમર્થન આપશે. એટલું જ નહિં, તેમણે એમ પણ કહ્યું કે તેઓ મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે વિધાનસભાની અંદર વિરોધ પ્રદર્શન કરશે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમની પાર્ટીની વિદ્યાર્થી પાંખ (ટીએમસી) ના સ્થાપના દિવસ પર કહ્યું હતું કે અમે ૧૦ દિવસની અંદર બળાત્કાર અને હત્યાના કેસમાં દોષિતોને ફાંસીની સજા આપવાનું બિલ રજૂ કરીશું અને તેને રાજ્યપાલને મોકલીશું અને જો તેઓ બીલ પાસ નહીં કરે તો અમે રાજભવનની બહાર અચકોક્કસ મુદ્તના વિરોધ પર બેસીશું. આ બિલ પાસ થવું જોઈએ. રાજ્યપાલ આ વખતે જવાબદારીમાંથી છટકી શકે તેમ નથી.
સીબીઆઈ ફરી એકવાર આરજી કર મેડિકલ કોલેજ પહોંચી હતી. ક્રાઈમ સીનની મુલાકાત લેવાની સાથે હોસ્પિટલમાં ભ્રષ્ટાચારના કેસોની પણ તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહીં, એજન્સીએ ઘણાં લોકોની પૂછપરછ કરી છે. સીબીઆઈ લેડી ડોક્ટર કેસમાં હોસપિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની પણ સતત પૂછપરછ કરી રહી છે, જો કે સીબીઆઈ હજુ સુધી કોઈ પરિણામ પર પહોંચી શકી નથી. ભારતીય જનતા પાર્ટી અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે.
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના ત્રણ અઠવાડિયા પછી પીડિતા માટે ન્યાયની માંગણી સાથે રવિવારે કોલકાતાની શેરીઓમાં હજારો લોકો સાથે વિરોધ ચાલુ રહ્યો છે. શહેરના ઉત્તરથી દક્ષિણ સુધી અનેક શોભાયાત્રાઓ કાઢવામાં આવી હતી. આમાં બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોના નામ પણ સામેલ છે. અપર્ણા સેન, સ્વસ્તિક મુખર્જી, સુંદીપ્તા ચક્રવર્તી, ચૈતી ઘોષાલ અને સોહિની સરકારે શહેરના રસ્તાઓ પર કૂચ કરી અને લેડી ડોક્ટર માટે ન્યાયની માંગ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial