Advertisement
Author: નોબત સમાચાર

ગીર સોમનાથમાં અનુસૂચિત જાતિના યુવાવર્ગ માટે યોજાશે વનવિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ

દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓ પ સપ્ટેમ્બર સુધી કરી શકશે અરજી

ખંભાળીયા તા. ૨: વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ-ર૦ર૪ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ તા. પ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.

રાજ્યના યુવક-યુવતીઓ નૈસર્ગિંક દર્શન દ્વારા વન્ય પશુ પક્ષીઓ, વૃક્ષો, પહાડો, ખડકો, ઝરણા, કોતરો વગેનેનો પ્રત્યક્ષ પરિચય કેળવે તથા તેઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ ભાવ વિકસે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન કરાશે. રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત અનુસૂચિત જાતિના ૧પ થી ૩પ વર્ષના યુવક-યુવતીઓ માટેનો વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ ર૦ર૪ ગીર સોમનાથમાં યોજાશે.

આ કાર્યક્રમમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ગીર સોમનાથમાં યોજાનાર આ ૧૦ દિવસના કાર્યક્રમમાં પસંદગી પામેલા ૧૦૦ યુવક-યુવતીઓને ભાગ લેવાની તક મળશે. જેઓ તા. ૩૧-૧ર-ર૦ર૪ ની સ્થિતિએ ૧પ થી ૩પ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જરૂરી વિગતો સાથેની પોતાની અરજી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન રૂમ નં. ૩૧૩,૩૧૪ બીજો માળ મુ. ઈણાજ તા. વેરાવળ જિ. ગીર સોમનાથનને તા. પ-૯-ર૪ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજી સાથે આ મુજબના દસ્તાવેજો સામેલ કરવાના રહેશે પૂરૃં નામ, સરનામું (આધાર કાર્ડ, રાજ્ય, ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ, લાઈટબિલ, ગેસબીલ, ટેલીફોન બીલની પ્રમાણીત નકલ), જન્મ તારીખના પ્રમાણપત્ર, શાળા છોડ્યાની પ્રમાણપત્રની નકલ), શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અંગેની માહિતી, પર્વતારોહણ, એનસીસી, એનએસએસ કે સ્કાઉટ ગાઈડ, હોમગાર્ડેઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમત ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત,વાલીનો સંમતી પત્ર, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, પસંદ થયેલ ઉમેદવારોને તેઓની પસંદગી અંગે ટેલીફોનિક જાણ કરવામાં આવશે તેમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh