Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ
કાલાવડ તા. ૨: કાલાવડના લલોઈ ગામમાં રહેતા દેવીપૂજક માતા-પુત્રએ આજે સવારે કોઈ અકળ કારણથી એકસાથે ઝેરી દવા પી લેતા બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેના મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.
કાલાવડ તાલુકાના લલોઈ ગામમાં રહેતા હર્ષિદાબેન મેરૂભાઈ સાડમીયા નામના પાંત્રીસ વર્ષના દેવીપૂજક મહિલા તથા તેમના દસ વર્ષના પુત્ર મયુર મેરૂભાઈને આજે સવારે કાલાવડની સરકારી હોસ્પિટલમાં કોઈ ઝેરી દવા પીધેલી હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ બંને માતા-પિતાની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં બંનેના મૃત્યુ નિપજ્યા છે. બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. માતા તથા પુત્રએ ક્યા કારણથી એકસાથે દવા પીધી? તે જાણવા માટે પોલીસે તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial