Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેળામાં તૈનાત પોલીસ સ્ટાફ, સિક્યોરિટીની હાજરી-કામગીરી સામે ઉઠતા સવાલ
જામનગર તા. રઃ જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા અંતે લોકમેળાને તા. ૧૧ મી સપ્ટેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે જન્માષ્ટમીના મોટા મેળા ધોવાઈ ગયા પછી આ મેળો ચાલુ રાખવો કે રદ્ કવરો તે અંગે વિવાદ સર્જાયો હતો. મેળાના સ્ટોલધારકોમાં પણ મતમતાંતર થયા હતાં. અંતે મનપાના ભાજપના સત્તાવાળાઓ સાથે બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે જે લોકોને રિફન્ડના નાણા જોઈતા હોય તેઓ સ્ટોલ / ધંધા બંધ કરી દ્યે અને બાકીના સ્ટોલધારકો / રાઈડવાળા માટે ૧૧મી સપ્ટેમ્બર સુધી મેળો ચાલુ રાખવાની છૂટ મળશે.
આમ મેળો ચાલુ થયો અને શનિ-રવિની રજા અને ભારે વરસાદની પીડામાંથી મુક્ત થયેલા લોકો મોટી સંખ્યામાં મેળાની મોજ માણવા પ્રદર્શન મેદાનમાં ઉમટી પડ્યા હતાં. પણ... મેળામાં આ બે દિવસ દરમિયાન લુખ્ખાઓના ત્રાસના કિસ્સાઓ વીડિયો સાથે પ્રકાશમાં આવ્યા છે.
જે બનાવો બન્યા તેમાં મેળાની વચ્ચોવચ્ચ લાકડી-ધોકા વડે મારામારી થઈ, એકાદ બનાવમાં રાઈડમાં બેસવાના પૈસા નહીં ચૂકવવાના મામલે ધોલાઈ થઈ. આ બધું લોકોની જનમેદની વચ્ચે સરાજાહેર થયું છે.
ત્યારે મેળામાં ટેન્ટ નાંખીને કોઈપણ અઘટિત બનાવ ન બને તે માટે બંદોબસ્ત માટે મૂકાયેલો પોલીસ સ્ટાફ શું કરતો હતો? મેળામાં મનપા તંત્રએ નાણા ખર્ચીને જે સિક્યોરીટી બંદોબસ્ત ગોઠવ્યો છે તે સિક્યોરીટી સ્ટાફ ક્યાં હતો?
આથી બબાલોના કારણે બાળકો, મહિલાઓ અને પરિવાર સાથે મેળામાં ગયેલા લોકોમાં ભારે ભય ફેલાયો હતો. થોડા સમય માટે નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં હજી ૧૧ તારીખ સુધી મેળા ચાલુ રહેવાના છે, ત્યારે મેળામાં ચૂસ્ત અને કડક બંદોબસ્ત સાથેની તમામ જાહેર કરેલી વ્યવસ્થા જળવાઈ રહે તે જરૂરી છે.
લૂંટ મેળો
વાઈડ બોલઃ મનપા તંત્ર દ્વારા ટેન્ડરની શરતોમાં રાઈડ સંચાલકો પાસેથી ભાવ બંધારણની જોગવાઈનો ઉલ્લેખ શંકાસ્પદ રીતે કરવામાં આવ્યો નથી. પરિણામે રાઈડ-વાળાઓએ વ્યક્તિ દીઠ ૧૦૦ / ૧૨૫ જેવી લૂંટ ચલાવી હોવાની વ્યાપક ફરિયાદો ઊઠવા પામી છે. નાની રાઈડવાળા પણ મનફાવે તેવા ભાવ પડાવતા હતાં. આ બાબતે પણ તંત્રએ ચોક્કસ ભાવ બાંધણાની ફરજ પાડવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial