Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પુરગ્રસ્ત પરિસ્થિતિને પહોંચી વળવા
જામનગર તા. ૨: જામનગર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયાની સૂચના અનુસાર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા વહીવટી તંત્ર દ્વારા અતિ ભારે વરસાદના લીધે પુરગ્રસ્ત સ્થિતિને પહોંચી વળવા માટે ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ૯ સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા ર૧૦ પેટા આરોગ્ય કેન્દ્રોને ચોવીસ કલાક ચાલુ રાખી લોકોને પ્રાથમિક તથા રેફરલ સુવિધા પુરી પાડવામાં આવી જેમાં તાવ, ઝાડા, શરદી, ઉધરસ, બીપી વગેરે રોગોની સારવાર, સુવિધા અને ઈમરજન્સી સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
ઉપરાંત તે દરમ્યાન નજીકની સંભવિત પ્રસુતિવાળી રરપ સગર્ભા બહેનોને પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા સેલટર હોમ જેવી સુરક્ષિત જગ્યાઓ પર તમામ સગર્ભાઓને સમજુતી આપી આરોગ્ય કર્મીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિમાં ભારે જહેમત ઉઠાવી સ્થળાંતર કરાવેલ જે પૈકી ૮ર સગર્ભા બહેનોની સુખરૂપ પ્રસુતિ થયેલ છે.
જામનગર જિલ્લાના ૪૧૮ ગામો, ૪ નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય વિભાગના તમામ સ્ત્રી આરોગ્ય કાર્યકરો, પુરૂષ આરોગ્ય કાર્યકરો, મેડિકલ ઓફિસરો, આશા બહેનો, સીએચઓ વગેરે તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા સર્વેલન્સ તથા ઓપીડી કામગીરી કરી વિકટ પરિસ્થિતિમાં પણ લોકોને તકલીફ ન પડે તે રીતે ડોર ટુ ડોર સારવાર આપવામાં આવેલ છે. તેમજ આ દરમિયાન સૌથી અગત્યની બાબત લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરોગ્ય સ્ટાફ દ્વારા ૮૭૩૦ જેટલી કલોરીનની ગોળીનું વિતરણ કરવામાં આવેલ તેમજ ર૩૦ જેટલા ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવેલ તેમજ ગ્રામ પંચાયત કક્ષાએ નિયમિત કલોરીનેશન થાય તે માટે ૬૭૦ જેટલા કલોરીનેશન ટેસ્ટનું મોનીટરીંગ કરવામાં આવેલ તેમજ આ દરમિયાન રોગચાળો ઉદભવવા ન પામે તે માટે લોકોને આરોગ્ય શિક્ષણ દ્વારા માહિતી પૂરી પાડી જાગૃત કરવામાં આવ્યા છે.
ઉપરોકત કામગીરી દરમિયાન વસઈ પ્રથમિક આરોગ્ય કેન્દ્રની જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial