Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના સિંધી સમાજમાં ગત તા. ૧૬-૭ થી ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલ ચાલીસા વ્રતનો આરંભ થયો હતો. ધર્મગુરૂ શહેરાવારા સાંઈના સાનિધ્યમાં ચાલીસા દિવસ સુધી સિંધી સમાજના નેજા હેઠળ એસએસડબલ્યુ સાંઈ પરિવાર તથા સંત કંવરરામ મંદિર ચાલીસા સાહેબ સમિતિ દ્વારા દરરોજ રાત્રિએ અલગ અલગ પરિવારોમાં હર ઘર ઝુલેલાલના નામરૂપી સત્સંગ, ભજન, આરતીના ભક્તિમય આયોજનો કરવામાં આવ્યા હતાં. ચાલીસા મહોત્સવની આખરી દિવસે સંત કંવર રામ મંદિર, નાનકપુરીમાં સામૂહિક ભહેરાણા સાહેબનો મ્યુઝીકલ પ્રોગ્રામ યોજાયો હતો. તા. રપ મી ઓગસ્ટે મહોત્સવ સમાપન નિમિત્તે ૪૧ મા દિવસે સાંજે વરસતા વરસાદમાં પૂ. ભહેરાણા સાહેબ (ઝુલેલાલ જયોત) અને વ્રતની મટકી સાથે ભવ્ય પગપાળા યાત્રા આયો ઝુલેલાલના નારા સાથે નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતાં. આ પગપાળા યાત્રા નાનકપુરીના મંદિરેથી શરૂ થઈ મુખ્ય માર્ગો પર ૫રીભ્રમણ થઈને તળાવના કાંઠે સંપન્ન થઈ હતી. જ્યાં પૂ. ભહેરાણા સાહેબની આરતી પલ્લવ પછી ચાલીસા સાહેબની મટકી અને પૂ. ભહેરાણા સાહેબને જલ પરવાન કરવાની વિધિ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial