Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંગાળની ખાડીમાં ચક્રવાતને લઈને ચેતવણીઃ
નવી દિલ્હી તા. રઃ ભારતીય હવામાન વિભાગે સોમવારે બંગાળની ખાડીમાંથી ઉઠતા ચક્રવાતને લઈને ચેતવણી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ૧ર કલાકમાં ઓછા દબાણને કારણે હળવાથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ-પૂર્વ વિદર્ભ અને તેલંગાણા, મહારાષ્ટ્રમાં આ ચક્રવાતથી સૌથી વધારે અસર જોવા મળશે.
હવામાન વિભાગે આપેલા એલર્ટમાં કહેવાયું છે કે આગામી ૭ દિવસ ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. બીજી સપ્ટેમ્બર વિદર્ભમાં ભારે વરસાદની આશંકા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગણા, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ગુજરાત તેમજ તેલંગાણામાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. ગુજરાતમાં ત્રીજી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શકયતા છે.
ચક્રવાત અને ભારે વરસાદને કારણે સ્થાનિક રસ્તાઓ પર પૂર અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ સર્જાશે. આ સાથે ભારે વરસાદને કારણે વિઝિબિલિટી પણ ઘટી જશે. રસ્તાઓ પર પાણી જમા થવાના કારણે મોટા શહેરોમાં વાહનવ્યવહાર ખોરવાઈ જવાની શકયતા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન થવાની આશંકા છે.
મરાઠાવાડા, આસામ, મેઘાલયમાં ભારે વરસાદનું એલર્ટ
દક્ષિણ ઓડિશામાં મકાઈ, મગફળી, રાગી, શાકભાજી, નિગાર અને કેળામાંથી, આંધ્ર પ્રદેશમાં ચોખા, મકાઈ, શેરડી, લાલ ચણા, કપાસ, મગફળી, શાકભાજી અને બાગાયતી પાકોમાંથી તેલંગાણામાં ચોખા, સોયાબીન, લાલ ચણા, મકાઈ, કપાસ અને હળદરના ખેતરોમાં પાણી ભરાતા નુકસાન થવાની શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial