Advertisement
Author: નોબત સમાચાર

ડીટેઈન ટ્રક છોડવા માટે રૂ. ૭ હજારની લાંચ લેતા આરટીઓ અધિકારી ઝડપાયા

આ અધિકારી જામનગર મોમાઈનગરના રહેવાસીઃ

જામનગર તા. ૨: જામનગરના ગાંધીનગરમાં રહેતા અને આરટીઓમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે નવસારીમાં ફરજ બજાવતા એક અધિકારીને ડીટેઈન કરેલા ટ્રકને છોડવા માટે રૂ. ૭ હજારની લાંચ માંગતા એસીબીએ પકડી પાડ્યા છે.

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા મોમાઈ નગરમાં અગાઉ રહેતા અને હાલમાં આરટીઓ વિભાગમાં સહાયક મોટર વાહન નિરીક્ષક તરીકે ફરજ બજાવતા સંતોષ સિંગ સર્વજીતસિંગ યાદવ હાલમાં નવસારીમાં ફરજ બજાવી રહ્યા છે.

આ અધિકારી લાંચ માંગતા હોવાની અવારનવાર બૂમ ઉઠી હતી. તે દરમિયાન નવસારી ધોરીમાર્ગ પરથી પસાર થતી અન્ય રાજ્યોની ટ્રકને રોકાવી ડીટેઈન કરવાના બહાના હેઠળ પૈસા પડાવવા ઉપરાંત ડીટેઈન કરાયેલી ટ્રક છોડાવવા આવતા તેના માલિકો પાસેથી દંડ ઉપરાંતની રકમ આ અધિકારી લઈ લેતા હોવાની ચર્ચા વચ્ચે એક વ્યક્તિએ એસીબીના ટોલ ફ્રી નંબર પર કોલ કરી તેની ફરિયાદ નોંધાવી હતી.

તે ફરિયાદના અનુસંધાને એસીબી સ્ટાફે ડીકોય ટ્રેપ ગોઠવી હતી. જેના પગલે સંતોષસિંગ રૂ. ૭ હજારની લાંચ લેતાં તેમની ઓફિસમાંથી ઝડપાઈ ગયા છે. તેની એસીબી સ્ટાફે ધરપકડ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh