Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય કર્મચારીઓની ૨૦૯ ટીમ દ્વારા ઘેર-ઘેર સર્વેઃ
જામનગર તા. ૨: જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે રોગચાળાની પરિસ્થિતિ ઉદ્ભવે નહીં તેમજ લોકોનું આરોગ્ય સલામત જળવાઈ રહે તેવા હેતુસર રાજ્ય સરકારની સૂચના અનુસાર જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના નિર્દેશ મુજબ જામનગર જિલ્લામાં રોગ અટકાયત કામગીરી સઘન બનાવવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયાના માર્ગદર્શન હેઠળ તમામ ૨૫૬ જેટલા પેટા, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવામાં આવ્યા હતાં અને આરોગ્ય કર્મચારીઓની ૨૦૯ જેટલી ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ કરી તાવના ૧૨૯, શરદી-ઉધરસના ૬૦ અને ઝાડાના ૧૭ જેટલા દર્દીને સારવાર આપવામાં આવી હતી તેમજ ગ્રામ્ય કક્ષાએથી કરવામાં આવતા ક્લોરીનેશન મોનીટરીંગના ૩૬૨ ટેસ્ટ કરીને જરૂરિયાત મુજબ ૧૧૭૬૦ જેટલી ક્લોરીન ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું સઘન મોનીટરીંગ, સુપરવિઝન અને માર્ગદર્શન તમામ જિલ્લા અધિકારીઓ, તાલુકા હેલ્થ ઓફિસરો તથા જિલ્લા સુપર વાઈઝર વી.પી. જાડેજા, નિરજ મોદી અને ડીપીસી યજ્ઞેશ ખારેચાએ કર્યું હતું અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા દ્વારા મોટી ખાવડી, પડાણા, મેઘપર, કાનાલુસ વિગેરે વિસ્તારોમાં જાત તપાસ કરી ગુણવત્તા યુક્ત કામગીરી માટે નિર્દેશો આપ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial