Advertisement
Author: નોબત સમાચાર

હાલારના બન્ને જિલ્લામાં બાળકો માટે ૭૧૯ ઈન્જેકશનનો જથ્થો ફાળવાયો

સાંસદ પૂનમબેન માડમની રજુઆતથી

જામનગર તા. ર૬: જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળકો માટેના ગ્રોથ હોર્મોન્સ ટ્રીટમેન્ટના ૭૧૯ ઈન્જેકશનનો જથ્થો સંસદ સભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઈન્જેકશન બાળકોના સમતોલ વિકાસ માટે આવશ્યક છે. આ જથ્થાની કિંમત રૂ.  પચ્ચીસ લાખ જેટલી થાય છે. જી.જી. હોસ્પિટલમાં આ ઈન્જેકશનની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવશે. સંસદ સભ્ય પૂનમબેન માડમે રાજ્યના મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત  કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh