Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વસ્થ માતા તથા બાળકને પહોંચાડાયા હોસ્પિટલઃ
જામનગર તા. ૨૬: જામજોધપુરના ગીંગણી ગામથી એક સગર્ભાને હોસ્પિટલ પહોંચાડવા રવાના થયેલી ૧૦૮ સોરઠી ડેમમાં ફરી વળેલા પાણી તેમજ રસ્તા પર ભરાયેલા પાણીના કારણે નિયત સમયે પહોંચી શકે તેમ ન હતી ત્યારે માર્ગમાં ૧૦૮ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા, બાળકને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
જામનગર તાલુકાના ગીંગણી ગામમાં આજે સવારે પોણા આઠેક વાગ્યે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા ૧૦૮ને કોલ કરાયો હતો. શેઠવડાળા લોકેશનમાંથી એમ્બ્યુલન્સ તે સગર્ભાને હોસ્પિટલ લઈ જવા માટે રવાના થઈ હતી.
એમ્બ્યુલન્સ લઈને પાયલોટ નિમેશ પરમાર તથા ઈએમટી અનીતાબેન બારડ આગળ વધ્યા ત્યારે સોગઠી ડેમનું પાણી ફરી વળેલુ જોવા મળ્યું હતું. તેમ છતાં આ મહિલા સુધી પહોંચવા તત્પર ૧૦૮ ટીમને ટ્રેક્ટરનો સહારો મળ્યો હતો.
દર્દી સુધી પહોંચેલી ૧૦૮ હોસ્પિટલ જવા નીકળી ગઈ હતી પરંતુ રસ્તામાં વરસાદ અને પાણી ભરેલુ હોવાથી ઝડપ થઈ શકતી ન હતી અને મહિલાને વેણ ઉપડ્યું હતું તેથી એમ્બ્યુલન્સ સાઈડમાં રખાવી તેમાં જ ડિલિવરી કરાવાઈ હતી. તે સફળ થઈ હતી અને અવતરેલા બાળક તથા માતાને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial