Advertisement
Author: નોબત સમાચાર

એનડીએની સરકાર કેટલી ટકશે? મોદી સરકાર સામે નવા પડકારોઃ પ્રાદેશિક પક્ષો જોરમાં...

ઈન્ડિયા ગઠબંધનની એકજુથતા જરૂરીઃ મોંઘવારી-બેરોજગારી જેવા મુદ્દે સરકાર બેકફૂટ પર...

નવી દિલ્હી તા. ર૬: રાષ્ટ્રીય રાજનીતિએ હવે કરવટ બદલી છે ને મોદી સરકાર સામે દરરોજ નવા નવા પડકારો ઊભા થઈ રહ્યા છે. સડકથી સંસદ સુધી વિરોધપક્ષો હોબાળો કરી રહ્યા છે, તો મોંઘવારી, બેરોજગારી અને ગુનાખોરી વધતી જતી હોવાથી લોકોમાં પણ નારાજગી છે.

એક તરફ વાયએસઆર કોંગ્રેસ ઈન્ડિયા ગઠબંધનમાં જોડાય, તેવી સંભાવનાઓના કારણે લોકસભા અને રાજ્યસભામાં એનડીએનું ગણિત વધારે નબળું પડી શકે તેમ જણાય છે, વર્ષ ર૦ર૭ ની ચૂંટણી તથા આવી રહેલી કેટલીક પેટાચૂંટણીઓમાં ઉત્તરપ્રદેશમાંથી ભારતીય જનતા પક્ષનો સફાયો કરવા માટે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે રાહુલ-અખિલેશ-માયાવતીની તીકડીએ હાથ મિલાવ્યા હોવાના સમાચાર પણ ભાજપની ઊંઘ ઊડાડી મૂકે તેવા છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં મનસેએ એટલે કે રાજ ઠાકરેએ મહાયુતિ એટલે કે એનડીએના મહારાષ્ટ્રના ગઠબંધન સામે બાંયો ચડાવી છે, અને અજીત પવાર સાથે સંઘને વાંધો હોવાની વાતો વહેતી થઈ છે તે પણ મોદી સરકાર માટે પડકારરૂપ છે, કારણ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.

જો કે, ઈન્ડિયા ગઠબંધનમાં પણ લોકસભાની ચૂંટણી સમયે હતી, તેવી દૃઢ એકજુથતા દેખાતી નથી. નીતિ આયોગની બેઠકનો વિપક્ષી મુખ્યમંત્રીઓએ સામૂહિક બહિષ્કાર કર્યો, તેમાં જોડાવાનો ઈન્કાર કરીને મમતા બેનર્જીએ જુદો રાગ આલાપ્યો છે. તો માયાવતી દૂધ-દહીમાં પગ રાખતા જણાય છે. સમાજવાદી પાર્ટી અખિલેશ યાદવને ભાવિ પી.એમ. તરીકે પ્રોજેક્ટ કરી રહી છે, ત્યારે તેને અન્ય પ્રાદેશિક પક્ષો પણ ટેકો આપી રહ્યા છે. આમ આદમી પાર્ટી પોતાની અનુકૂળતા મુજબ રાજનીતિ બદલતી રહે છે, અને મર્યાદિત રીતે જ ઈન્ડિયા ગઠંબધનમાં છે.

બજેટના પ્રત્યાઘાતો સમયે પણ ઈન્ડિયા ગઠબંધન તરફથી એકજુથ થઈને મોદી સરકારને ઘેરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કેટલાક પક્ષોના સાંસદોના પ્રવચનો દૂધ-દહીમાં પગ રાખતા હોય તેવા જણાયા હતાં.

ઈન્ડિયા ગઠબંધનમાં ફાટફૂટ થાય તો તેને ગુમાવવાનું હાલપૂરતું કાંઈ નથી, પરંતુ એનડીએમાં ફાટફૂટ પડે તો મોદી સરકાર તૂટી પડે તેમ છે, તેથી એવું કહી શકાય કે કેન્દ્રમાં મોદી સરકાર પહેલા જેવી મજબૂત નથી અને વિપક્ષોની એક્તા પણ થોડી ઢીલી પડી રહી છે, જોઈએ હવે શું થાય છે તે...

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh