Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવલેણ રોગ ધીમા પગલે વકરે છે
જામનગર તા. ર૬: ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં ધીમા પગલે ફેલાઈ રહ્યો છે અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સમયાંતરે કેસ નોંધાઈ રહ્યો છે. આજે વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે અને બાળકને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ખંભાળીયાના બેરાજા ગામના સાત વર્ષના બાળકને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના જરૂરી નમુનાઓ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. અગાઉના ત્રણ દર્દીઓ દાખલ હતા જો કે તેમના રિપોર્ટ નેગેટીવ મળ્યા છે તેમાં જામનગર શહેર વિસ્તારના એક દર્દીનો પણ સમાવેશ થાય છે તેનો રિપોર્ટ પણ નેગેટીવ મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
આમ હાલની સ્થિતિએ ચાંદીપુરાની સારવાર માટે કુલ ચાર દર્દીઓ દાખલ છે. દરમ્યાન લાલપુરના ૧૧ વર્ષના બાળક અને ગુલાબનગરના પાંચ વર્ષના બાળકના પરમ દિવસે મૃત્યુ થયા હતા તેમના ચાંદીપુરાના રોગ અંગેના પૃથ્થકરણમાં બન્નેના રિપોર્ટ નેગેટીવ મળ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial