Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના તમામ ચૌદ ડેમ છલકાયા : કેટલાક જળાશયોના દરવાજા ખોલાતા નદીઓમાં ભરપૂર પાણી

તળાવો, ચેકડેમો, કૂવાઓ, બોરમાં પણ જળસંગ્રહ વધ્યો

ખંભાળીયા તા. ર૬: દ્વારકા જિલ્લાના તમામ ડેમ છલકાયા છે,       અને કેટલાક ડેમોના દરવાજા ખોલાતા નદી-તળાવો, ચેકડેમો ભરપૂર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ નોંધપાત્ર ગણાય તેવા ૧પ ડેમો આવેલા છે. જેમાંથી જિલ્લાનો સૌથી મોટો સાની ડેમ હાલ કરોડના ખર્ચે નવો બની રહ્યો છે, ત્યારે બાકીના તમામ ડેમો છલકાતા હેઠવાસની નદીઓ પાણીથી ચિક્કાર થઈ ગઈ છે તથા તળાવો-કૂવાઓ, બોર અને ચેકડેમો પણ છલકાય ગયા છે.

જિલ્લામાં સૌપ્રથમ સિંહણ ડેમ છલકાયો હતો. જે પછી એક પછી એક ડેમ છલકાતા હાલ તમામ ચૌદ ડેમો વર્તુ-ર યોજના, વેરાડી-૧ યોજના, વેરાડી-ર યોજના, મીણસાર યોજના, વર્તુ-૧ યોજના, કબરકા યોજના, સોનમતી યોજના, સેઢાભાડથરી યોજના, ઘી ડેમ યોજના, ગઢકી યોજના, સીંધણી યોજના, કંડોરણા યોજના, મહાદેવીયા યોજના, આ તમામ યોજનાના ડેમો ૦.પ મીટરથી ૦.૩૦ મીટર સુધી છેલ્લા ચારેક દિવસથી સતત છલકાતા અને દરવાજાવાળા ડેમોના દરવાજા ખોલાતા ભારે પૂર સાથે નદીઓ ચિક્કાર છલકાય રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh